________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા જગજીવોની વૈભાવિક પરિસ્થિતિઓનું વિવિધ પ્રકારે વિસ્તૃત બોધ કરાવતું શ્રી પ્રજ્ઞાપના સૂત્ર સાધકોને પરિવર્તનશીલ વૈભાવિક અવસ્થાઓને છોડીને શાશ્વત સ્વાભાવિક અવસ્થાની પ્રાપ્તિનો સંદેશ આપે છે. આગમના ભાવો સૈકાલિક શાશ્વત છે પરંતુ સૂત્રપાઠનું પ્રસંગોચિત યોગ્ય અર્થ સાથે અનુસંધાન કરવું, તેના સંદર્ભોને સમજાવીને રહસ્યોને ઉદ્ઘાટિત કરવા તે સંપાદનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
જેમ કે પદ–૨૮/૧માં સંસારી જીવોના આહારનું પરિણમન કઈ રીતે થાય, ગ્રહણ કરેલા આહારમાંથી કેટલો ભાગ પરિણમન પામે, વગેરે વિષયોનું વર્ણન છે. ત્યાં સૂત્ર-રપમાં વિકસેન્દ્રિય જીવોના પ્રક્ષેપાહારના પરિણમનનો સૂત્રપાઠ આ પ્રમાણે છે- ને પોતાને [āવાહરત્તાપ નેતિ સિં અgિmમા મહાતિ.....બેઇન્દ્રિયો પ્રક્ષેપાહાર રૂપે જે પુદ્ગલો ગ્રહણ કરે છે તેમાંથી અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને તેના અનેક હજારો ભાગ પ્રમાણ અર્થાત્ સંખ્યાતમો ભાગ સ્વાદ લીધા વિના કે સ્પર્શ કર્યા વિના જ નાશ પામે છે. અહીં ગૃહીત પુદ્ગલોમાંથી સંખ્યાતા હજારો ભાગ પરિણમન પામ્યા વિના જ નાશ પામતા હોય, તો આહાર રૂપે પરિણમન પામતા પુગલો પણ સંખ્યામાં ભાગ પ્રમાણ જ હોય છે. તેમ છતાં અહીં પાઠમાં અસંખ્યાતમા ભાગનું કથન છે તો તેમાં આ લિપિદોષ વગેરે કોઈપણ કારણથી આવી ગયો હોય તેવી સંભાવના છે. તેથી પ્રસ્તુત સંસ્કરણમાં આ સૂત્ર પાઠમાં (ક) ને કૌંસમાં રાખીને સંખ્યાતમો ભાગ, તેમ પાઠ સ્વીકાર્યો છે.
પદ-૩૬માં સાત સમુઠ્ઠાતના અલ્પબદુત્વના કથનમાં સમુદ્યાતરહિત જીવો અam TTછે, તે પ્રકારનો પાઠ કેટલીક પ્રતોમાં ઉપલબ્ધ થાય છે પરંતુ આશાસ્ત્રના ત્રીજા અલ્પબદુત્વ પદ અનુસાર સમુદ્યાતરહિત જીવો સંખ્યાતગુણા જ થાય છે. તેથી અહીં સૂત્ર-૩૯ માં સંવેળાTM પાઠ સ્વીકાર્યો છે. પદ-૩૬માં કષાય સમુદ્યાતનું અલ્પબદુત્વ પણ વિચારણીય છે.
ક્યારેક સૂત્રના ભાવો અત્યંત સંક્ષિપ્ત હોય, ત્યારે તે વિષયને વ્યાખ્યા ગ્રંથોના આધારે સ્પષ્ટ કરવો જરૂરી બની જાય છે. પદ–૩૪માં દેવોની પરિચારણાના કથનમાં બાર દેવલોકના દેવોની ક્રમશઃ કાયિક આદિ પરિચારણાનું કથન છે પરંતુ ત્રીજાથી બારમા દેવલોકમાં દેવીઓ નથી; તેથી તે દેવો કઈદેવીઓને બોલાવીને પોતાની ઇચ્છા પૂર્તિ કરે, તેનું વર્ણન વ્યાખ્યાગ્રંથોમાં છે. તેના આધારે પહેલા-બીજા દેવલોકની અમુક-અમુક સ્થિતિવાળી અપરિગૃહીતા દેવીઓ અમુક-અમુક દેવલોક સુધી જાય છે, તેનું વિવેચનમાં સ્પષ્ટીકરણ કર્યું છે અને સુગમતા માટે તત્સંબંધી કોષ્ટક પણ આપ્યું છે. - આ રીતે આગમિક કથનોમાં પૂર્વાપર વિરોધ ન આવે તે લક્ષમાં રાખીને સૂત્ર અને