________________
વર્ણવી છે અને તેનું અલ્પબદુત્વ આપી, શરીરની લંબાઈ-પહોળાઈ કયા સમુદ્યાત વખતે કયા દંડકના જીવની કેટલી થાય છે, તેવી ચિંતનાત્મક વાત આ મુક્તાફળમાં છે.
કષાય સમુઘાતનું વર્ણન તો અજબ ગજબનું છે. તેમાં કયા કષાયથી કેટલી ક્રિયા, કેવા કર્મબંધ, કેવી કર્મનિર્જરા વગેરે દર્શાવીને કાર્મણ શરીરની મહત્તાનું મહાભ્ય છેલ્લે કેવળી સમુઠ્ઠાતમાં દર્શાવેલ છે.
ઉપસંહાર રૂપે, આત્માના પ્રદેશો એક સમયમાં કેટલા પ્રમાણમાં ફેલાવી શકાય છે તે વાત અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને પૂર્ણ લોક જેવડા દર્શાવીને કાર્મણ શરીરની શક્તિ છેલ્લે કેવળી સમુદ્ધાતમાં દર્શાવી છે. અંતે કાર્મણ શરીર છૂટું થઈને સહજ આત્માને સહજ સુખમાં મોકલી આપે છે તે વાત તું ગંભીરતાપૂર્વક આ પદમાંથી વાંચજે.
ચેતના બહેનની આ મીઠી શીખામણ સાંભળી હંસે ચેતના બહેનને કહ્યું
અહો બહેન! તમારા સંપર્કથી હું ધન્યાતિધન્ય બની ગયો છું. આ પ્રજ્ઞાપનાના છત્રીસ પદના મુક્તાફળોનું રહસ્ય તમે સમજાવ્યા પછી હું હવે આપશ્રીથી જુદો રહી શકીશ નહીં. તમે અને હું સાથે જ રહીએ તેવા આશીર્વાદ આપો.
ચેતના બહેન બોલ્યા. જો વીરા આ છત્રીસ પદની સાનુબંધ શાયરીને સ્મૃતિમાં સદા સંગ્રહી શીધ્ર સિદ્ધત્વ પદને સાધજે.
“પ્રશાને સ્વર સ્થાને ગોઠવી અલ્પ બહુત્વ ભાવ છોડી સ્થિતિ–પર્યાયોમાં વિભાવની, વ્યુત્કાત્તિ કરી, ઉચ્છવાસ અરિહંતમાં જોડી સંજ્ઞા ત્યાગી યોનિમાં જન્મ લેવો બંધ કરજે. ચરમાચરમને ભાષા દ્વારા સમજી અશરીરી થવા શુદ્ધ પરિણામે કષાય વિષય છોડી, ઇન્દ્રિયનો પ્રયોગશુભ લેશ્યાથી ત્યજી કાયસ્થિતિ બંધ તોડવાના ભાવો હૈયે ભરજે. સમ્યકત્વ યોગમાં સંચરી અંતક્રિયા કાજે અલૌકિક અવગાહના સત્ ક્રિયાથી કરી, કર્મપ્રકૃતિને સમજી બંધ–બંધ, બંધ–વેદ, વેદ–બંધ, વેદ-વેદને દિલડે ધરજે. આહાર-ઉપયોગતાથી કરી પશ્યતાની પરિણતિએ સંજ્ઞીને જાણી શુદ્ધ સંયતી બની, અવધિ જ્ઞાન થતાં પરિચારણા, વેદનાની નિર્જરા કેવળ સમુદ્રઘાતથી કરી સંસાર તરજે.”
પ્રાન્ત, પ્રિય પાઠક ગણ ! મારો ઉપયોગ રૂપી હંસ છેલ્લા ૨૧થી લઈને ૩૬ મુક્તાફળનું જ્ઞાન ચેતના બહેન પાસે પ્રાપ્ત કરીને તૃપ્ત થયો.
ચેતના બહેને છેલ્લા આશીર્વાદમાં છત્રીસેય પદની શાયરી બનાવી હંસને આગમની આંખ આપી, પ્રજ્ઞાની પાંખ મજબૂત બનાવીને કહ્યું શ્યામાચાર્યના રચેલા અને મલયગિરિ મહારાજના મઢેલા મુક્તાફળનું ખૂબ જતન કરજે, તે અક્ષયનિધિ સમા
50