________________
છે. જ્યાં સુધી તું અને હું એક ન થઈએ ત્યાં સુધી મહાવ્રતની મઢુલી છોડતો નહી. એવા આશીર્વાદ લઈ કલહંસ બનેલો ઉપયોગ મારા યોગમાં જોડાય ગયો. આ રીતે પ્રજ્ઞાપનાના ર૧થી લઈને ૩૬ પદનો ત્રીજો ભાગ પૂર્ણ થયો. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર સંપૂર્ણ થયું. આ પ્રજ્ઞાપના સૂત્ર સર્વજીવોને કલ્યાણકારી, શિવકારી, શ્રેયકારી, સુખકારી નીવડો એ જ શુભકામના...અસ્તુ આભાર : ધન્યવાદ : સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદૈવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્રતપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ, પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈમ, વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા અને વિદુષી ભારતીબાઈ મ.ના શિષ્યા વ્યવહારધર્મ કલા પરાયણા, સુજ્ઞા સાધ્વીજી બા. બ્ર. સુધાબાઈ મહાસતીજી. જેમણે મોહમયી નગરીમાં રહી પ્રવચન સંભળાવતા તેમાંથી સમય ફાળવી અનુવાદ કરવાનો સ્વાધ્યાય કર્યો છે. તેમના પુરુષાર્થને અનેકશઃ સાધુવાદ આપું છું અને મહેચ્છા કરું છું કે તેઓ પ્રજ્ઞાપના સૂત્રને ઘટમાં ઉતારી નિશ્ચય ધર્મકલાને આચરણમય બનાવી, અખંડ પ્રજ્ઞાનું અનુસંધાન કરે.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ
51