________________
ભરેલા રહસ્ય સ્પર્ધકો ખુદ કહેશે પરંતુ તારી મૂંઝવણ ઓછી કરવા અદુઃખા-અસુખા વેદનાનો અર્થ એમ છે કે જે વેદનાને એકલા સુખરૂપ પણ કહી શકાય નહીં, જેમાં દુઃખનો પણ અનુભવ થાય છે, તેથી આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. બીજી વાત શાતાઅશાતા, સુખ-દુઃખમાં તફાવત એ જ છે કે વેદનીય કર્મના પુદ્ગલોનો ક્રમ પ્રાપ્ત ઉદય થવાથી જે વેદના થાય તે શાતા-અશાતારૂપ જાણવી અને અન્ય વ્યક્તિઓ દ્વારા ઉદીરણા કરવામાં આવે તેની જે વેદના થાય તેને સુખ-દુઃખ રૂપ જાણવી.
તપસ્યા વગેરે કરીને ભૂખ-તરસ સહન કરવામાં આવે તથા લોચ વગેરે સંયમ પ્રવૃત્તિઓ દ્વારા કષ્ટ સહન કરાય, તે ઇચ્છાપૂર્વક સ્વીકારેલી વેદના આભ્યપગમિકી કહેવાય છે. કોઈ ઉપક્રમના નિમિત્તે થતી વેદનાને ઔપક્રમિકી વેદના કહેવાય છે.
આ રીતે સાત પ્રકારની વેદના કોને, કેવી રીતે હોય છે તેનું વર્ણન તું મુક્તાફળ માંથી માણજે. લાવા......હવે છત્રીસમું મુક્તાફળ.
ચેતના બહેન કહે ખોલ....હંસ વીરાએ ખોલ્યું અને તેમાંથી શબ્દો સરી પડ્યા છત્રીસમું મુક્તાફળ સમુદ્દાત પદ. ત્યારે તેણે તેનો અક્ષરશઃ અર્થ કર્યો—
સર્વગુણ સંપન્ન જીવ કદાપિ શારીરિક-માનસિક દુઃખ પામતો નથી. મુક્ત જીવ શરીર રહિત બની લોકાગ્રે સદા વસે છે. ઘ્યોતિત થયેલા અનંત ગુણોમાં આત્મા રમણતા કરે છે. ઘાતી-અઘાતીકર્મ મુક્તાત્માને ક્યારેય પણ બંધાતા નથી.
ત
તરી જવાનો આ ઉપચાર છે, જે અમલમાં મૂકે તેનું કલ્યાણ થાય છે. ચેતના બહેન બોલ્યા— પ્યારા હંસ ! આ છેલ્લું મુક્તાફળ છે. તેનું નામ સમુદ્દાત છે. સંપૂર્ણ કર્મક્ષય કરી કેવળી ભગવાન કેવી રીતે મોક્ષમાં જાય છે તેનું વર્ણન આ પદમાં છે. પહેલા શરીરધારી દરેક જીવોના શરીરમાંથી આત્મ પ્રદેશો કેવી રીતે બહાર નીકળે છે અને પાછા સમાઈ જાય છે, તેની અનોખી પદ્ધતિ-કાર્મણ શરીરના માધ્યમથી અથવા કર્મભેદના માધ્યમથી સાત પ્રકારે દર્શાવી છે. જેમ કે વેદના સમુદ્દાત અશાતા વેદનીય કર્મના આશ્રયે થાય છે. (૨) કષાય સમુદ્દાત, કષાય મોહનીય કર્મના આશ્રયે (૩) મારણાંતિક સમુદ્દાત આયુષ્યના અંતર્મુહૂર્ત અવશિષ્ટ રહે ત્યારે આયુષ્યકર્મના આશ્રયે (૪)વૈક્રિય સમુદ્દાત, વૈક્રિય શરીરનામ કર્મના આશ્રયે (૫) તૈજસ સમુદ્દાત તૈજસ શરીર નામકર્મના આશ્રયે (૬) આહારક સમુદ્દાત, આહા૨ક શરીર નામકર્મના આશ્રયે, (૭) કેવળી સમુદ્દાત, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મના આશ્રયે થાય છે. આ સાત સમુદ્દાતમાંથી, ૨૪ દંડકોના જીવોમાં કોને કેટલા હોય છે તે વાત વિસ્તારથી
સ
મ
६
થા
49