________________
સંખ્યાત ગુણા અધિક મનની પરિચારણા કરનાર દેવો છે. તેનાથી શબ્દ, રૂપ, સ્પર્શ તથા કાયિક સુખ ભોગવનાર દેવો ક્રમશઃ અસંખ્યાતગુણા છે.
હે હંસ ! આ દૈહિક સુખની ક્ષણભંગુરતાની કર્મલીલાની પરિચારણા થઈ, પરંતુ સુખની અનુભૂતિ કાયિક પરિચારણાવાળાને બહુ જ અલ્પ થાય છે. તેના કરતાં સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી પરિચારણા કરનારને ક્રમશઃ સુખ અધિકાધિક થાય છે. સર્વથી અધિક સુખ અપરિચારક દેવોમાં હોય છે. આ પદનું આ રહસ્ય ખૂબ-ખૂબ વિચારવા જેવું છે. વિશેષ તું વાંચીને વાગોળજે. આ ગંભીર રહસ્ય તારી પાસે રાખ્યું છે. સાચું સુખ આત્મસ્વરૂપ બ્રહ્મમાં છે. પુદ્ગલ પરિચારણામાં નથી જ. લાવ જોઈએ હવે પાંત્રીસમું મુક્તાફળ......
હંસ ભાઈએ પાંત્રીસમું મુક્તાફળ લાવી.તેને ખોલ્યું તેમાંથી નામ સરી પડ્યુંપાંત્રીસમું મુક્તાફળ વેદના પદ, હંસ વીરાએ તેનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે કર્યો
વે વેધ્ય એવું મેળવો કે કદી ખાલી કરવું ન પડે. દ દરદને એવું રદ કરો કે આરોગ્ય પ્રાપ્ત કરાવે. ના નાવિક એવા શોધો કે ભવોદધિ પાર ઉતારે.
ચેતના બહેને કહ્યું– વેદનાપદનો અર્થ હંસ તે બરાબર કર્યો. હવે સાંભળ! આ સંસારમાં સંસારી જીવો વિવિધ પ્રકારનો અનુભવ કરે છે અને કર્મવિપાક પ્રમાણે તેની વેદના અનુભવે છે. એક સંજ્ઞી પંચેન્દ્રિય પાસે જ વેદનાનો અનુભવ અંકિત કરવાનું સ્થાન મુખ્ય મન છે, તે મન ઉપર અંકિત થયેલી વેદના ચહેરા ઉપર ઉપસે છે અને તેને જોનારા બીજા માનવો અનુમાન બાંધી શકે છે અથવા ખુદ અનુભવ કરનારો માનવ પોતાની વેદના બીજાને કહી શકે છે તેથી તેનો ઈલાજ અથવા કર્મબંધ વિષયક જાણપણું કરી માનવ જ વેદના ક્ષય કરી શકે છે, આ થઈ માનવની વાત.
આપણા વીતરાગ પરમાત્માએ તો ૨૪ દંડકના સર્વ જીવોની વેદનાને જાણી છે અને તેનો સાત પ્રકારે ઉલ્લેખ કર્યો છે. જેમ કે (૧) શીત, ઉષ્ણ, શીતોષ્ણ પદાર્થથી થતી વેદના. (૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી થતી વેદના. (૩) શારીરિક, માનસિક ઉભય વેદના. (૪) શાતા, અશાતા અને શાતા-અશાતા રૂપ વેદના (૫) દુઃખા, સુખા અને અદુઃખ-સુખા વેદના (૬) આભ્યપગમિકી, ઔપક્રમિકી વેદના (૭) નિદા-અનિદા વેદના (સંજ્ઞી જીવોને થતી વેદના તે નિદા, અસંજ્ઞી જીવોને થતી વેદના તે અનિદા કહેવાય છે.)
આ સાત પ્રકારની વેદનામાંથી કોને કઈ વેદના હોય છે, તે આ મુક્તાફળમાં
48