________________
The .
છઠ્ઠા દ્વારમાં પરિચારણાનો પ્રારંભ કર્યો છે. તેને ચાર વિકલ્પોથી પ્રતિપાદિત કરેલ છે. દેવોના સંબંધમાં ત્રણ વિકલ્પ થઈ શકે છે. (૧) સદેવી સપરિચારક દેવ (૨) અદેવી સપરિચારક દેવ (૩) અદેવી અપરિચારક દેવ.
(૧) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને પહેલો બીજો દેવલોક, ત્યાં દેવીની ઉત્પત્તિ હોવાથી ત્યાંની પરિચારણા કાયિક હોય છે અર્થાત્ દેવીઓ સાથે દેવો મૈથુન સેવન કરે છે અને દેવીઓમાં દેવના શુક્ર પુદ્ગલ સંક્રમિત થાય છે, તે પુગલો દેવીઓને પાંચ ઇન્દ્રિયના સૌંદર્ય, લાવણ્ય રૂપે પરિણત થઈ જાય છે પરંતુ દેવીઓ ક્યારે ય ગર્ભ ધારણ કરતી નથી. તેનું રૂપ સદા યૌવનવંતુ રહે છે(મનુષ્યાણી અને તિર્યંચાણીને જ મૈથુન સેવનથી ગર્ભાધાન થાય છે.) (૨) ત્રીજા દેવલોકથી લઈને બારમા દેવલોકમાં કોઈ દેવીઓની ઉત્પત્તિ નથી છતાંએ ત્યાં દેવોની પરિચારણા હોય છે. જેમ કે દેવોને
જ્યારે દેવીઓના અંગોપાંગને સ્પર્શ કરવાની ઇચ્છા જાગે કે તુરત જ પહેલા, બીજા દેવલોકની અપરિગૃહિતા દેવીઓ વિક્રિયા કરીને સ્વયં ઉપસ્થિત થઈ જાય છે. તેના અંગોપાંગનો સ્પર્શ કરીને દેવો તૃપ્ત થઈ જાય છે.
બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવોમાં રૂપની પરિચારણા હોય છે. તે દેવો રૂપ જોવાનો સંકલ્પ કરે કે તુર્ત જ રૂપનું સૌંદર્ય દર્શાવવા દેવીઓ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. તેના રૂપને આંખો દ્વારા પાન કરીને દેવો તૃપ્ત થાય છે.
મહાશુક્ર અને સહસાર દેવલોકનાં દેવોને શબ્દની પરિચારણા હોય છે. તેમને દેવીઓનાં મધુર ભાષણ, સંગીત, આલાપ સંલાપ કરવાની ઇચ્છા જાગે કે દેવીઓ તુર્ત જ ઉપસ્થિત થાય છે અને તેના મધુર શબ્દો સંભળાવે છે. દેવો તે શબ્દો સાંભળીને તૃપ્ત થઈ જાય છે. અનુક્રમે આ પરિચારણા આઠમા દેવલોક સુધી દેવીઓ સામેથી આવીને કરી જાય છે. દેવોમાં તૃપ્તિ થવાથી નીકળતા શુક્ર પરમાણુઓ દેવીઓના સૌંદર્ય, લાવણ્ય વર્ધક બને છે અને દેવીઓ પણ ખુશ થાય છે.
આનત, પ્રાણત, આરણ્ય, અય્યત દેવલોકના દેવોને મનપરિચારણા હોય છે. આ દેવલોકના દેવોને, દેવીઓને જોવાની મનોમન ઇચ્છા જાગૃત થતાં જ દેવ કે દેવીઓ પોતાના સ્થાનમાં રહી ને જ મનોરમ્ય સુંદર સુરૂપ વિક્રિયા કરીને શ્રૃંગાર કરીને સજ્જ રહે છે અને દેવ પોતાના સ્થાન પર રહીને મનની તૃપ્તિ કરે છે. ત્યાંથી તૃપ્તિના પરમાણુ પોતાના સ્થાનમાંથી નીકળીને પેલી દેવીઓ જ્યાં હોય ત્યાં પહોંચી, દેવીઓને દિવ્ય પ્રભાવવાળી, રૂપ-લાવણ્યવંતી બનાવી દે છે, આ છે માનસિક પરિચારણા.
આ રીતે છઠ્ઠું દ્વાર પુરું થાય છે અને સાતમા અંતિમ દ્વારમાં પરિચારણા વિષયક અલ્પબદુત્વ દર્શાવીને કહ્યું છે કે સર્વથી ઓછા અપરિચારક દેવો હોય છે, તેનાથી
47