________________
મહત્તા દર્શાવવા માટે, દેવ જીવનમાં વિષય ભોગોની ઉત્કૃષ્ટતા તથા નવરૈવેયક એવું પાંચ અનુત્તર વિમાનોના દેવો સિવાય અન્ય દેવોમાં વિષયભોગોની તીવ્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. દેવ જીવનમાં ઉચ્ચકોટિના દેવોને છોડીને અન્ય દેવ ઇન્દ્રિય વિષય ભોગોનો ત્યાગ કરી જ શકતા નથી અને ઉચ્ચકોટિના વૈમાનિક દેવો ભલેને પરિચાર રહિત અને દેવીરહિત ઉપશાંત વેદ ભાવવાળા હોય તો પણ બ્રહ્મચારી કહેવાતા નથી કારણ કે ત્યાં તેઓને ચારિત્રના પરિણામ પ્રગટ થતા નથી. જ્યારે મનુષ્ય જીવનમાં મહાવતી. સર્વવિરતિધર બનીને જીવ પર્ણ બ્રહ્મચારી બની શકે છે અને અણવતી બનીને મર્યાદિત બ્રહ્મચારી બની શકે છે. દેશવિરતિ તથા સર્વવિરતિ ચારિત્રનું પરિણામ પ્રગટ કરવાની શક્તિ મનુષ્ય જ ધરાવે છે. આ છે, મનુષ્ય ભવની મહત્તા.
સાંભળ...પ્રિય હંસ! પ્રથમ આહાર પછી શરીર નિર્માણ, પછી ઇન્દ્રિય નિર્માણ, પછી ઇન્દ્રિયની પુષ્ટિ, પછી ઇન્દ્રિયનું ઉદ્દીપન થાય છે. ઇન્દ્રિયો ઉદ્દીપ્ત થાય પછી જ જીવ પરિચારણા કરે છે. ફરી તેમાં વિક્રિયા કરે છે. નારકાદિમાં આ રીતે હોય છે ત્યારે દેવોમાં પહેલા વિક્રિયા થાય છે પછી જ પરિચારણા કરે છે. એકેન્દ્રિયોમાં તથા વિકસેન્દ્રિયોમાં પરિચારણા છે, વિક્રિયા નથી હોતી. પરિચારણા, શબ્દાદિ સર્વવિષયોનો ઉપભોગ કરે તેને જ કહેવાય છે. તે ઉપભોગના સાધનો ઇન્દ્રિયો છે; ઇન્દ્રિયોની પુષ્ટિ આહાર કરે છે, માટે જ નહીર શુદ્ધ સત્ત્વશુદ્ધિ આ સૂક્તિ અનુસાર આહારના અધ્યવસાયની સાથે સંબંધ હોવાથી અહીં આહાર પછી અધ્યાવસાયના સ્થાનોની ચર્ચા કરવામાં આવી છે. ચોવીસ દંડકના જીવોમાં પ્રશસ્ત અધ્યવસાય અથવા અપ્રશસ્ત અધ્યવસાયના સ્થાન અસંખ્ય પ્રકારના હોય છે.
પરિચારણાની સાથે સ્થિતિબંધ અને અનુભાગ બંધનો નિકટ સંબંધ છે.
અધ્યવસાય સ્થાન જીવના હોય છે તે અધ્યવસાય ઉત્પન્ન કરનાર જીવો સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ કે મિશ્રદષ્ટિની ખાસ ચર્ચા આ મુક્તાફળમાં છે, તેથી પ્રતીતિ થાય છે કે પરિચારણા કરનાર જીવોની દષ્ટિ જેવા પ્રકારની હોય તેવી અસર જીવો ઉપર જુદી જુદી થાય છે. હે હંસ! સમ્યગ્દષ્ટિ જીવો ભોગાવલીના ક્રમબદ્ધકર્મના ઉદય પ્રમાણે ઉદાસીન ભાવે પરિચારણા કરે છે ત્યારે મિથ્યાભિગામી અને મિશ્રાભિગામી જીવોની પરિચારણા આસક્તિના ભાવે ભોગાવલી કર્મ ભોગવે છે, માટે કર્મબંધમાં બહુ પ્રકારે અંતર પડે છે. આ પ્રમાણે પરિચારણા પહેલા તેની પૃષ્ઠ ભૂમિના રૂપમાં શાસ્ત્રકારે ઉપરોક્ત આ પાંચ દ્વારા પ્રતિપાદિત કર્યા છે. જેમ કે- (૧) અનન્નરાહાર દ્વાર, આહાર ભોગ દ્વાર, પુગલજ્ઞાન દ્વાર, અધ્યવસાય દ્વાર અને સભ્યત્વાભિગમ દ્વાર. ત્યાર પછી
46.