________________
The .
તે જ્ઞાન ઘટતું જાય તો હીયમાન કહેવાય. અપ્રમત્ત દશાથી જીવને જે જ્ઞાન વધતું જાય તેને વર્ધમાન કહેવાય. (ઉત્કૃષ્ટ પૂર્ણલોકના પુદ્ગલ દ્રવ્યને જાણી જોઈ શકે તેને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે) આવેલું જ્ઞાન એકાએક જીવને આશ્ચર્ય થાય તેટલી વારમાં ચાલ્યું પણ જાય, તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય અને કોઈ જીવ જ્ઞાન જીરવી શકે તો તે જ્ઞાન કેવળજ્ઞાન થઈ જાય ત્યાં સુધી ટકી રહે કે જીવનભર રહે તેનું નામ અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. આ રીતે સાત વિષયની વિશદ ચર્ચા આ મુક્તાફળમાંથી તને ચાખવા મળશે. કોણ તેના અધિકારી છે, તે ચોવીસે દંડકના જીવોમાં તું તારી મતિ દ્વારા જ્ઞાન કરજે નહીં તો વીરવાણીના પદ પ્રકરણ વાંચી કંઠસ્થ કરી લેજે.
સુષુ કિં બહુના..તે યુક્તિ ચરિતાર્થ કરજે. લાવ જોઈએ હવે ચોત્રીસમું મુક્તાફળ...હંસનો પુરુષાર્થ ઉપડ્યો અને લઈ આવ્યો ચોત્રીસમું મુક્તાફળ. ખોલી નાંખ્યું...નામ વાંચ્યું- ચોત્રીસમું મુક્તાફળ પરિચારણા ૫દ. તેનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે કરવા લાગ્યો
૫ પરમાર્થી જીવ પરમ નિધાન પ્રાપ્ત કરે છે. રિ રિવીઝન આગમનું કરતાં સ્વ લક્ષી થવાય છે.
ચારિત્ર સંપન્ન અણગાર શૈલેશીકરણ સિદ્ધ કરે છે. ૨ રદિયો સંસારને આપનાર મૃત્યુંજય બને છે. ણા ણામ ધારીને અનામી બનનાર શિવસુખ મેળવે છે.
અક્ષરશઃ અર્થ આ પ્રમાણે સાંભળીને ચેતના બહેન બોલ્યા.... પ્રિય હંસ! આ મુક્તાફળનું રસાયણ ઘણું જ ગંભીર ગહન છે. તેનું નામ પરિચારણા પદ છે. કોઈ કોઈ પ્રતિમાં પ્રવિચારણા શબ્દ મળે છે. તત્ત્વાર્થસૂત્રમાં પ્રવિચાર શબ્દ મૂળમાં છે. માટે પરિચારણા અથવા પ્રવિચાર બન્ને શબ્દ એકાર્થક છે. કઠોપનિષદમાં પરિચાર શબ્દનો પ્રયોગ મળે છે. પ્રવિચાર અથવા પરિચારણા બન્ને શબ્દોના અર્થ મૈથુન સેવન, ઇન્દ્રિયોના કામભોગ, કામક્રીડા, રતિ, વિષય ભોગાદિ કર્યા છે.
ભારતીય સાધકોએ વિશેષથી, જૈન તીર્થકરોએ દેવોને મનુષ્ય જેટલું મહત્ત્વ આપ્યું નથી. દેવો મનુષ્યોથી ભોગ વિલાસમાં વૈષયિક દૈવિક સુખોમાં આગળ વધેલા અવશ્ય છે તથા મન માન્યા રૂપ બનાવવામાં જરૂર દક્ષ છે, છતાં એ મનુષ્ય જન્મને સર્વદેવો કરતાં શ્રેષ્ઠતમ માનવામાં આવ્યો છે કારણ કે કષાયો અને વિષયોથી સંપૂર્ણ મુક્તિ મનુષ્યમાં જ સંભવે છે. મનુષ્ય યોનિથી જ આ કાર્ય સિદ્ધ થાય છે. મનુષ્ય જીવનની
45