________________
The .
પશ્યતા પદ. તેનો તે અક્ષરશઃ અર્થ કરવા લાગ્યો
પરિસ્થિતિ તારી તે જ ઉત્પન્ન કરેલી છે માટે, શું શ્વાન વૃત્તિ છોડી તું તને જ સુધાર ય યતિધર્મના એક એક નિયમને પાળવા, તા તારક પ્રભુના ઉપદેશને આત્મસાત્ કરી સ્વનો સાક્ષાત્કાર કરી લે.
અર્થ તો બરાબર કર્યો.ચેતનાબહેન બોલ્યા-જો હંસ...આજે તારે મારા પ્રશ્નનો બુદ્ધિમત્તાથી જવાબ આપવાનો છે. સાંભળ....આ પશ્યતાપદમાં દશુ ધાતુ છે તેનો આદેશ પશ્ય થાય છે. જોવાનું જેમાં પ્રત્યક્ષ થાય તેને પશ્યતા કહેવાય છે. ઉપયોગની જેમ જ તેના ભેદ છે, પણ ત્રણ ભેદ ઓછા છે. બોલ જોઈએ- કયા ત્રણ ભેદ ઓછા થયા? હંસે ઉપયોગ લગાડી વિચારીને કહ્યું– મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, અચક્ષુદર્શન, આ ત્રણ ભેદ ઓછા થયા. કહો જોઈએ હંસ ભાઈ ! શા માટે ઓછા થયા? હંસે આંખો બંધ કરી વિચાર્યું અને પછી બોલ્યો, આ ત્રણ ઉપયોગ છે તે બુદ્ધિ ગ્રાહ્ય છે તેથી પશ્યતામાં તેનો સમાવેશ થતો નથી અને શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન, ચક્ષુદર્શન આ ત્રણેય ઇન્દ્રિય ગ્રાહ્ય પ્રત્યક્ષ છે; માટે પશ્યતામાં સમાવેશ થાય છે અને તેના કુલ નવ ભેદ છે. તેમાં સાકાર પશ્યતાના ૬ ભેદ કહ્યા છે. ચાર જ્ઞાન-શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, બે અજ્ઞાનશ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તેમ ભેદ. અનાકાર પશ્યતાના-ચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, એમ ત્રણ કુલ મળીને નવ ભેદ થાય છે. કહો ચેતના બહેન બરાબર છે ને? ચેતના બહેન બોલ્યા- શાબાશ....શાબાશ........ તારી બુદ્ધિમત્તાને ધન્યવાદ! આ તને બરાબર બેસી ગયું છે. મલયગિરિજીએ આની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે પશ્યતા શબ્દ રૂઢીના કારણે ઉપયોગ શબ્દની જેમ સાકાર-અનાકાર બોધનું પ્રતિપાદન કરનારો જરૂર છે પરંતુ જ્યાં લાંબા સમય સુધી ઉપયોગ ચાલે ત્યાં ત્રણેય કાળનો બોધ છાસ્થ માટે થાય છે. તે મતિજ્ઞાનનો ઉપયોગ પ્રત્યક્ષીકરણ કરાવે તેવો સ્થિર થતો નથી, તેથી મતિજ્ઞાન, મતિઅજ્ઞાન સાકાર પશ્યતામાં અને અચક્ષુદર્શન અનાકાર પશ્યતામાં લીધું નથી તથા આચાર્ય અભયદેવે પણ પશ્યતાને ઉપયોગ વિશેષ કહ્યો છે. અધિક સ્પષ્ટીકરણ કરતા એમ પણ દર્શાવ્યું છે કે જે બોધમાં કેવળ સૈકાલિક અવબોધ થાય તે પશ્યતા છે. જેમાં વર્તમાન કાળનો બોધ થાય તેને પશ્યતા કહેવાય નહીં, માટે આ ત્રણ ઉપયોગ પશ્યતામાં લીધા નથી, કારણ કે પશ્યતા પ્રકૃષ્ટ ઈક્ષણ છે. આ રીતે શીઘગામી જોવામાં ચક્ષ છે, તેથી ચક્ષુદર્શન અનાકાર પશ્યતામાં લીધું છે. અવધિદર્શન, કેવળદર્શન વિષયને પ્રત્યક્ષ કરે છે. પશ્યતાના નવ ભેદમાંથી ચોવીસ દંડકના જીવને કેટલા લાગે ? તેનું ગણિત મારે તને શીખવાડવું નહીં પડે, તું જ સારી રીતે કરી લેજે. હવે તું બહુ જ હોંશિયાર
Ro)
42