________________
ઉ
૫
યો
ગ
ઉલ્લાસપૂર્વક મુનિ જીવનમાં જ જીવવું જોઈએ, પરમપદની પ્રાપ્તિ તો જ થાય છે.
યોગીઓ સમભાવમાં સદા રમે છે જેથી
ગર્વ ક્યારે ય વિષમભાવમાં લઈ જતો નથી.
ચેતના બહેન બોલ્યા– પ્રિય હંસ ! તેં અક્ષરશઃ અર્થ બરાબર કર્યો. ઉપયોગ એ જ જીવનું શુદ્ધ લક્ષણ છે. ઉપયોગમાં જગતના સર્વ પદાર્થ બે રીતે જણાય છે. પદાર્થ માત્ર સામાન્ય અને વિશેષથી જ સ્વાભાવિક રીતે જોડાયેલ છે. સામાન્યથી જાણીએ ત્યારે તેને અનાકાર ઉપયોગ કહેવાય છે. એનું જ નામ દર્શન ઉપયોગ છે. પદાર્થને વિશેષ રૂપે(દ્રવ્ય, ગુણ અને પર્યાયથી) જાણીએ ત્યારે તેને સાકાર ઉપયોગ કહેવાય છે. એનું જ નામ જ્ઞાન ઉપયોગ કહેવાય છે.
શુદ્ઘ ઉપયોગ બે જ હોય, છતાં એ અનાદિકાળથી કર્મધારી તરીકે આપણી ઓળ ખના કારણે બે માંથી બાર ઉપયોગની વ્યાખ્યા કરવી પડે છે. જ્યાં સુધી જીવો મિથ્યાત્વના સંગે હોય તો તેને મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાનથી સાકાર ઉપયોગવાળા કહેવાય છે, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શનથી અનાકાર ઉપયોગવાળા કહેવાય છે.
જીવ જો સમ્યગ્દષ્ટિ પામ્યો હોય તો તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન સાકાર ઉપયોગવાળા કહેવાય છે તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શનવાળા અનાકાર ઉપયોગવાળા કહેવાય છે. આ રીતે ઉપયોગના બાર ભેદ પડે છે. ચોવીસ દંડકવર્તી જીવોમાંથી કોને, કેટલા ઉપયોગ પ્રાપ્ત થાય તેની વ્યાખ્યા આ મુક્તાફળમાં છે. તેનું તું મનન કરીને માનસ પટલમાં ઉતારજે, પરંતુ ખ્યાલ રાખજે કે જીવ સંયમમાં પરાક્રમ ફોરવી કર્મનો સંપૂર્ણ ક્ષય કરે છે ત્યારે શુદ્ધ દશા સાકાર-અનાકાર કેવળજ્ઞાન કેવળદર્શન રૂપ ઉપયોગવાળો બની જાય છે અર્થાત્ દસ ભેદ જે હતા તે અભેદ થઈને સંપૂર્ણ જ્ઞાન દર્શન બનીને વાસ્તવિક લક્ષણવાળા બની જાય છે. અરિહંત, કેવળી, સિદ્ધ ભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શનથી લોકાલોકનું સ્વરૂપ જાણનાર, દેખનાર, હોવાથી જ્ઞાતા-દષ્ટા કહેવાય છે. તેવો તું બનવાનો ભાવ કેળવજે. એજ આપણું લક્ષણ છે.
વિશેષ જાણવા હવે લાવ જોઈએ ત્રીસમું મુક્તાફળ.... હંસને ઉપયોગની વાત ખૂબ ગમી ગઈ. પોતાના ઘરમાં જવાની તાલાવેલી લાગી. તે ત્રીસમું મુક્તાફળ પ્રસન્ન થતો લઈ આવ્યો અને મુક્તાફળ ખોલ્યું...તેમાં નામ સરી પડ્યું– ત્રીસમું મુક્તાફળ
41