________________
Th( 5.
ચોવીસ દંડકના જીવો, જીવ સહિતના મુગલોને ખાય તેને સચિત્ત આહાર કહેવાય. જીવો નીકળી ગયા હોય તેવા કલેવરને ગ્રહણ કરે, તે આહાર અચિત્ત કહેવાય. જેમાં કેટલાક જીવો છે અને કેટલાક જીવો ચ્યવી ગયા છે તેવો આહાર મિશ્ર કહેવાય છે. ભવ ધારણીય વૈક્રિય શરીરધારી નારકી-દેવો અચિત્ત આહાર કરે છે. ઔદારિક શરીરધારી જીવો ત્રણેય પ્રકારના આહાર કરે છે. તેની રીત રસમ આ મુક્તાફળમાં છે.
આ રીતે આહાર કયો જીવ, કેટલા પ્રમાણમાં, કયા ક્ષેત્રમાંથી, કેવી રીતે ખેંચે છે? કેવી રીતે પરિણત કરે છે? કેટલાક પ્રમાણમાં પરિણત થાય છે? અને જીવ ઇચ્છાથી ગ્રહણ કરે તેને આભોગ આહાર કહેવાય, ઇચ્છા વિના સહજ રીતે ગ્રહણ થઈ જાય તેને અણાભોગ આહાર કહેવાય. શરીર રચના માટે પ્રથમ આહાર કરે તે ઓજ આહાર કહેવાય, શરીર રચાય ગયા પછી ઇન્દ્રિય રોમરાયનાં માધ્યમે જે પુદ્ગલો ગ્રહણ થઈ જાય તે લોમ કે રોમ આહાર કહેવાય અને પ્રક્ષેપ કરીને ખાય તે કવળ કે પ્રક્ષેપ આહાર કહેવાય છે. આ પ્રક્ષેપ કરેલા આહારની પરિણતિની પદ્ધતિનો ઉલ્લેખ બહુ વિધિ સર કયો છે.
આ મુક્તાફળમાં સહસંપાદિકા તથા અનુવાદિકાના આપેલા પરિચય તથા વિવેચન ધ્યાન પૂર્વક વાંચીને તું વિચારજે. મનોભક્ષી આહાર દેવો કેમ કરે તેનો ખ્યાલ રાખજે. આહાર કેટલા સમયે કયા જીવ કરે તેની પળેપળ ભગવાને દર્શાવી છે. અસંખ્યાત સમયથી લઈને ૩૩ હજાર વર્ષ સુધીનો કાળ દર્શાવી જ્ઞાની પુરુષો જ્ઞાન કરાવે છે અને આહારીમાંથી અણાહારી ફક્ત ગર્ભજ કર્મભૂમિજ મનુષ્ય જ થઈ શકે છે, તેમ મર્મ આખરમાં ખોલી દીધો છે.
બીજા ઉદ્દેશકમાં આહાર, ભવ્ય, સંજ્ઞી, દષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ આદિ દ્વારો છે. તેમાં જીવને આહારાર્થી, ભવ્યાદિથી લઈને પર્યાપ્તિ સુધી વિવિધ વિશેષણોવાળા કહીને વ્યક્તિની વિશેષતા પ્રગટ કરી છે, માટે નિર્ણય થાય છે કે કર્મધારી જીવો આહાર કરવાનો ભાવ કરે છે, તે પ્રમાણે પુગલ ગ્રાહ્ય આહારરૂપ બનીને આવે છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોના શરીરના પુદ્ગલો આહારરૂપે પરિણત થાય છે. વિવિધ પાસાથી તેને જોઈએ. હે હંસ વીરા..! અનાહારી બનવા તત્પર થજે.
હંસ તો...આ વ્યાખ્યા સાંભળવામાં તલ્લીન બની ગયો હતો અને પછી એકાએક જાગૃત થયો, પ્રજ્ઞા પાંખ ફફડાવવા લાગ્યો. ને ધીમી ગતિએ ર૯મું મુક્તાફળ લઈ આવ્યો. ચેતનાબહેન પાસે બેસીને મુક્તાફળખોલ્યું અને તેમાંથી નામ સર્યુ–ઓગણત્રીસમું મુક્તાફળ ઉપયોગ પદ, તેનો અક્ષરશઃ અર્થ હંસ વીરો કરવા લાગ્યો
40.