________________
The .
અક્ષરશઃ અર્થ હંસને સમજાતા ગયા. કેવું વ્યાકરણ પ્રભુએ વિગતવાર વરસાવ્યું છે. એક અક્ષર પણ નિરર્થક નથી જતો. શ્રુતજ્ઞાનને મનોમન વંદીને, ચેતના બહેનની સામે જોયું.
ચેતના બહેન બોલ્યા જો હંસ...પ્રત્યેક આઠ કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આ ત્રણ પ્રકૃતિને વેદતો મનુષ્યનો જીવ આઠ કર્મપ્રકૃતિનું વેદન કરે છે અથવા સાત કર્મપ્રકૃતિનું વેદન કરે છે. એક જીવ આશ્રી અથવા બહુ જીવ આશ્રી કથન સમજવું. શેષ જીવો માટે આઠ કર્મનું વેદન છે અને મોહનીયકર્મનું વેદન કરતાં જીવ ફરજિયાત આઠ કર્મનું વેદન કરે છે.
હવે અઘાતી કર્મ– વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મની પ્રકૃતિ વેદતા ગર્ભજ કર્મભૂમિજ મનુષ્યને ૮, ૭, ૪ કર્મનું વદન હોય છે. બાકીના જીવો આઠકર્મનું વેદન કરે
આ રીતે પ્રભુએ ચિત્તને જ્ઞાનમાં સ્થાપવા માટે અનેક ભાંગા દર્શાવ્યા છે. તે તારા મતિજ્ઞાનના સહારે પ્રભુ વાણીના માધ્યમે જાણજે. તેમાંથી ભાંગાનું ગણિત તારવજે. આ કર્મનું પ્રકરણ પૂર્ણ થયું.
હવે લાવ અઠ્ઠાવીસમું મુક્તાફળ....... મારા કલશોર કરતાં હંસે અઠ્ઠાવીસમું મુક્તાફળ લાવીને ખોલી નાખ્યું અને શબ્દો સરી પડ્યા- અઠ્ઠાવીસમું મુક્તાફળ આહાર ૫દ.
આ આ છે અનાદિની રીત, પુદ્ગલમાં જીવ કરી રહ્યો છે પ્રીત. હા હાર-જીત જીવની રાગ-દ્વેષના રમખાણમાં છે, તેનાથી છૂટવા માટે, ૨ રત્નત્રયની સંપૂર્ણ આરાધના કરી લેવી જોઈએ.
અક્ષરશઃ અર્થ સાંભળતા ચેતના બહેને જાણ્યું– હા....બરાબર અર્થ થયો. ચેતના બોલી, હા...હંસ...હા...અર્થ તો બરાબર છે, સાંભળ..... આ પદ ઘણું ગંભીર છે, ચારે ય ગતિમાં આના વિના ચાલતું નથી, માટે આ પદના બે ઉદ્દેશક–વિભાગ કરીને પાઠકની પ્રજ્ઞામાં ઉતારવાની કોશિષ કરી છે.
પ્રથમ ઉદ્દેશકમાં અગિયાર દ્વાર અને બીજામાં તેર તાર આપ્યા છે. પ્રથમ ઉદ્દેશકમાં આહાર સંબંધી કથન છે અને બીજામાં આહાર કરનાર વ્યક્તિ સંબંધી કથન છે તેનો ખ્યાલ રાખજે. આહારના ત્રણ પ્રકાર છે– સચેત, અચેત, મિશ્ર.
39