________________
થઈ ગયો છે.
હંસ.....ખુશ ખુશાલ થઈને એકત્રીસમું મુક્તાફળ લઈ આવ્યો, ખોલીને ચેતના બહેન પાસે બેઠો. તે મુક્તાફળમાંથી જ્ઞાનની સુગંધ તરબતર આવી રહી હતી. તેમાંથી નામ સરી પડ્યું– એકત્રીસમું મુક્તાફળ સંશી પદ.
સ
ગ્
ની
સંભોગ પચ્ચક્ખાણ કરવાથી સ્વાવલંબી થવાય છે.
ગ્લાનાદિની વૈયાવચ્ચ કરતાં તીર્થંકર નામકર્મ બંધાય છે. નીતિ ધર્મ પાળવાથી પાત્રતા ઘડાય છે.
હંસે...અક્ષરશઃ અર્થ ફટાફટ શોધી કાઢ્યા. ચેતના બહેન બોલ્યા– સાંભળ હંસ, સંજ્ઞા ધારણ કરે તે સંશી. ભૂત, વર્તમાન, ભાવી ભાવના સ્વભાવનું પર્યાલોચન કરે તે સંજ્ઞા. તેનાથી યુક્ત તે સંજ્ઞી જીવ કહેવાય છે. તેનામાં વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન હોય છે. તેનાથી વિપરીત યથોક્ત મનોવિજ્ઞાનથી જે વિકલ હોય તેને અસંશી
કહેવાય છે. આ પદમાં સિદ્ધભગવંતો સહિત સંપૂર્ણ જીવોને સંશી, અસંશી અને નોસંશી નોઅસંજ્ઞી એમ ત્રણ ભેદમાં વિભક્ત કર્યા છે. સિદ્ધ તો સંજ્ઞી નથી તેમ જ અસંજ્ઞી પણ નથી, તેથી તેઓને નોસંજ્ઞી નોઅસંજ્ઞીના ભેદમાં ગ્રહણ કરેલ છે. કેવળીને પણ સિદ્ધ સમાન જ માન્યા છે. તેને સંશી પણ કહીએ છીએ કારણ કે કેવળીને યોગ દશા બાકી છે, પરંતુ મન હોવા છતાં મનન કરવાનો વ્યાપાર કરતા નથી. હવે રહ્યા સંસારી સર્વજીવો, તેને બે વિભાગમાં વિભક્ત કરેલ છે.
એકેન્દ્રિયથી લઈને ચૌરેન્દ્રિય સુધીના જીવો અસંશી છે. નારકી, ભવનપતિ, વાણવ્યંતર, તિર્યંચ પંચેન્દ્રિય બન્ને પ્રકારના છે, તે સંજ્ઞી છે અને અસંજ્ઞી પણ છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને નારકી, ભવનપતિ, વાણવ્યંતર દેવ થઈ શકે છે, તેથી નારકી, ભવનપતિ, વાણવ્યંતરને સંશી-અસંશીરૂપે સંબોધન કર્યુ છે. ઓળખ માટે તું આ પદમાંથી તેનો મર્મ મમળાવજે હોને ?
સંજ્ઞાના અનેક અર્થ જ્ઞાની પુરુષોએ કર્યા છે. શ્રી આચારાંગસૂત્રમાં સંજ્ઞા શબ્દ પૂર્વભવના જાતિસ્મરણ જ્ઞાન માટે વપરાયો છે. શ્રીદશાશ્રુતસ્કંધમાં દત્તચિત્ત માટે ઉલ્લેખાયો છે. શ્રીસ્થાનાંગ સૂત્રમાં આહારાદિ સંજ્ઞામાં લેવાયો છે. તો કોઈક જગ્યાએ પ્રત્યભિજ્ઞાન અને અનુભૂતિમાં લીધો છે, તો કોઈ જગ્યાએ સંપ્રધારણા કરવાની શક્તિવાળા પ્રાણીને જ સંજ્ઞી કહ્યો છે. આ પદમાં ફક્ત મનવાળા જીવોની વ્યાખ્યા છે. તો તું તેની શોધ કરી બોધ પામજે. બાકીનું આ મુક્તાફળના પદમાં વાંચી લેજે. લાવ જોઈએ હવે પછીનું મુક્તાફળ. હંસે બત્રીસમું મુક્તાફળ ખોલ્યું નામ પ્રગટ થયું
43