________________
| છત્રીસમું પદ : સમુઘાત
[ ૩૮૯ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્શું બધા કેવળી ભગવાન, કેવળી સમુદ્દઘાત કરે છે? બધા કેવળી સમુદ્યાતને પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
ગાથાર્થ જે કેવળી ભગવાનના ભવોપગ્રાહી કર્મો, અનુભાગબંધ અને સ્થિતિબંધની અપેક્ષાએ આયુષ્યકર્મની સમાન હોય છે, તે કેવળી ભગવંતો, કેવળી સમુદ્યાત કરતા નથી. ll૧il.
અનંત કેવળજ્ઞાની જિનેન્દ્ર ભગવંતો કેવળી સમુદુઘાત કર્યા વિના જ જરા અને મરણથી સર્વથા મુક્ત થયા છે તથા શ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. સરો વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી સમુદ્યાતનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે.
જે કેવળી ભગવાનના આયુષ્યકર્મની સ્થિતિ અલ્પ હોય અને શેષ વેદનીય, નામ, ગોત્ર કર્મની સ્થિતિ અને પ્રદેશ અધિક હોય, તે કેવળી ભગવાન કર્મોની વિષમ સ્થિતિ અને પ્રદેશોને સમાન કરવા માટે કેવળી સમુઘાત કરે છે.
કેવળી ભગવાનના ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હોય છે અને શેષ ભવોપગ્રાહી ચાર અઘાતી કર્મો શેષ હોય, તે કર્મોનો સંપૂર્ણ નાશ થાય પછી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. વેદનીય આદિ કર્મોનું વેદન આયુષ્યકર્મના માધ્યમથી જ થાય છે. જો આયુષ્ય કર્મની સ્થિતિ અલ્પ હોય, તો અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મો ભોગવી શકાતા નથી, તેથી કેવળી ભગવાન સમુઘાતની પ્રક્રિયા દ્વારા વેદનીયાદિ કર્મોની સ્થિતિ અને પ્રદેશોને આયુષ્ય કર્મની સમાન કરે છે.
જે કેવળી ભગવાનને છ માસથી ન્યૂન આયુષ્યકર્મ શેષ હોય ત્યારે કેવળજ્ઞાન થાય અને તેના વેદનીય, નામ, ગોત્ર કર્મની સ્થિતિ અધિક હોય, તે કેવળી ભગવાન કેવળી સમુદ્યાત કરે છે. જો કેવળી થયા પછી આયુષ્ય કર્મની સ્થિતિ છ માસ કે તેનાથી અધિક હોય, તો તે કેવળી ભગવાનને સમુઘાત કરવાની આવશ્યકતા રહેતી નથી.
જે કેવળી ભગવાનના ચારે અઘાતી કર્મોની સ્થિતિમાં વિષમતા ન હોય, તે કેવળી ભગવાનને અંતિમ અંતર્મુહૂર્ત સુધીમાં ગમે ત્યારે કેવળજ્ઞાન થાય તો પણ તે કેવળી સમુદ્યાત કરતા નથી. સમસ્ત તીર્થકર ભગવંતો અને અન્ય અનેક કેવળી ભગવંતો સમુઘાત કર્યા વિના જ સિદ્ધ થાય છે. વંજ રિહિં - બંધનોથી અને સ્થિતિથી. યોગના નિમિત્તે કાર્મણ વર્ગણા આત્મા સાથે એક-મેક થઈ જાય, આત્મા સાથે બંધાઈ જાય તે બંધન છે. અહીં વં દું શબ્દથી પ્રદેશબંધનું ગ્રહણ થાય છે. કર્મોની આત્મા સાથે રહેવાની કાલમર્યાદાને સ્થિતિ કહે છે. તે કષાયના નિમિત્તથી નિશ્ચિત થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં કર્મોની સ્થિતિ સાથે અનુભાગ બંધનું પણ ગ્રહણ થાય છે, કારણ કે કેવળી સમુઠ્ઠાતની પ્રક્રિયામાં કર્મોની સ્થિતિ અને અનુભાગ બંનેનો નાશ થાય છે. મોવદમ્પ૬િ:- ભવોપગ્રાહીકર્મો. જીવને ભવ બંધનમાં જકડી રાખે તેવા ચારે અઘાતી કર્મોને ભવોપગ્રાહી કહે છે. કેવળી ભગવાનને કેવળજ્ઞાનાદિ પ્રગટ થઈ જવા છતાં આયુષ્ય, વેદનીય, નામ અને ગોત્ર કર્મનો નાશ ન થાય ત્યાં સુધી સદેહે રહેવું પડે છે. જ્યારે તે ચારે ય કર્મોનો નાશ થાય, ત્યારે જ સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય છે.