________________
૩૮૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
કેવળી સમુદ્યાતથી સમવહત ભાવિતાત્મા અણગારના ચરમ(ચોથા) સમયવર્તી નિર્જરાના પગલો અત્યંત સૂક્ષ્મ હોય છે અને તે પુગલો સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે. છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા-પુગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને જરામાત્ર પણ જાણી-જોઈ શકતા નથી, કારણ કે તે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ છે અને તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે, તેથી છાસ્થ મનુષ્યો ચરમ નિર્જરાના તે યુગલોને જાણી-જોઈ શકતા નથી. સૂત્રકારે દેવ દ્વારા લોકવ્યાપક થયેલા ગંધ દ્રવ્યના દષ્ટાંતથી વિષય સ્પષ્ટ કર્યો છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
પ્રસ્તુત પ્રસંગમાં ચરમ નિર્જરા પુગલોને નહીં જાણવાના ઉત્તરમાં છદ્મસ્થ મનુષ્યથી સામાન્ય જ્ઞાની એટલે મતિ-શ્રુતજ્ઞાની સમજવા જોઈએ, કારણ કે વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો ચરમ નિર્જરાના પુગલોને જાણી શકે છે. કેવળી સમુદ્યાતનું પ્રયોજન - ८४ कम्हा णं भंते ! केवली समुग्घायं गच्छइ ?
गोयमा ! केवलिस्स चत्तारि कम्मंसा अक्खीणा अवेइया अणिज्जिण्णा भवंति, तं जहा- वेयणिज्जे, आउए, णामे, गोए । सव्वबहुप्पएसे से वेयणिज्जे कम्मे भवइ, सव्वत्थोवे से आउए कम्मे भवइ ।
विसमं सम करेइ, बंधणे हिं ठिईहि य ।
विसमसमीकरणयाए, बंधणे हिं ठिईहि य ॥ एवं खलु केवली समोहण्णइ, एवं खलु समुग्घायं गच्छइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કયા પ્રયોજનથી કેવળી ભગવાન સમુઘાત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેવળી ભગવાનના ચાર કર્માશ ક્ષીણ થયા નથી, વેદન થયું નથી, નિર્જરા થઈ નથી, તે આ પ્રમાણે છે– (૧) વેદનીય, (૨) આયુષ્ય (૩) નામ અને (૪) ગોત્ર. તેમાં તે કેવળી ભગવાનને સૌથી વધુ પ્રદેશોવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી ઓછા પ્રદેશોવાળું આયુષ્યકર્મ હોય છે.
ગાથાર્થ– ત્યારે તે અનુભાગબંધથી અને સ્થિતિબંધથી વિષમ કર્મોને સમ કરે છે. અનુભાગબંધ અને સ્થિતિબંધથી વિષમ કર્મોને સમાન કરવા માટે કેવળી ભગવંતો, કેવળી સમુઘાત કરે છે, આ રીતે કેવળી સમુદ્યાતને પ્રાપ્ત થાય છે. ८५ सव्वे वि णं भंते ! केवली समोहणंति ? सव्वे विणं भंते ! केवली समुग्घायं गच्छंति ? गोयमा ! णो इणढे समढे ।
जस्साउएण तुल्लाई, बधणेहिं ठिईहि य । भवोवग्गहकम्माई, समुग्घायं से ण गच्छइ ॥१॥ अगंतूणं समुग्घायं, अणंता केवली जिणा । जर-मरणविप्पमुक्का , सिद्धिं वरगई गया ॥२॥