________________
| છત્રીસ પદઃ સમુદ્યાત
૩૮૭ ]
केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्छरा-णिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा; से णूणं गोयमा !से केवलकप्पे जंबुद्दीवे दीवे तेहिं घाणपोग्गलेहिं ડે ? હતા કે
छउमत्थे णं गोयमा ! मणूसे तेसिं घाणपोग्गलाणं किंचि वण्णेणं वण्णं गंधेणं गंध, रसेणं रसं, फासेणं फासं जाणइ पासइ ? भगवं ! णो इणढे समढे।
से तेणटेणं गोयमा ! एवं वुच्च-छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं जाणइ पासइ, एसुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोग पि य णं फुसित्ता णं चिट्ठति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોના વર્ણને ચક્ષુરિન્દ્રિયથી, ગંધને ધ્રાણેન્દ્રિયથી, રસને રસનેન્દ્રિયથી અથવા સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી જાણે છે અને જુએ છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા કરેલા પુદ્ગલોના વર્ણને ચક્ષુઇન્દ્રિયથી, ગંધને ધ્રાણેન્દ્રિયથી, રસને રસનેન્દ્રિયથી તથા સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી જરા માત્ર પણ જાણી કે જોઈ શકતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ સમસ્ત દીપ-સમુદ્રોની વચ્ચે છે, તે સૌથી નાનો છે, ગોળાકાર છે, તેલમાં તળેલા પૂડલાના આકારનો છે, રથના ચક્રના આકારનો ગોળ છે, કમળ કર્ણિકાના આકાર જેવો ગોળ છે, પરિપૂર્ણ ચંદ્રમાના આકાર જેવો ગોળ છે. તેની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજન છે, ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્તાવીશ યોજન, ત્રણકોશ, એકસો અટ્ટાવીશ ધનુષ, સાડા તેર અંગુલથી કાંઈક અધિક પરિધિથી યુક્ત છે. એક મહદ્ધિક યાવત મહાસૌખ્ય સંપન્ન દેવ વિલેપન સહિત સુગંધની એક મોટી ડબ્બીને હાથમાં લઈને તેને ખોલે છે પછી વિલેપન યુક્ત સુગંધની ખુલેલી તે મોટી ડબ્બીને આ પ્રમાણે હાથમાં લઈને આખા જંબુદ્વીપ નામના દ્વીપને ત્રણ ચપટી વગાડે એટલા સમયમાં એકવીસવાર ચક્કર મારી શીધ્ર પાછો આવે, તો હે ગૌતમ ! તે ગંધના પુલોથી શું સંપૂર્ણ જંબૂદ્વીપ સ્પષ્ટ થઈ જાય છે ? હા ભગવન્! તે સ્પષ્ટ થઈ જાય.
પ્રશ્ન- હે ગૌતમ! છાસ્થ મનુષ્ય સમગ્ર જંબુદ્વીપમાં વ્યાપ્ત તે ગંધના પુદ્ગલોના વર્ણને ચક્ષુથી, ગંધને નાસિકાથી, રસને રસેન્દ્રિયથી અને સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી જરામાત્ર પણ જાણી કે જોઈ શકે છે? ઉત્તર- હે ભગવન્! તે શક્ય નથી.
તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહેવાય છે કે છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોના વર્ણને નેત્રથી, ગંધને નાસિકાથી, રસને જિહાથી અને સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી જરામાત્ર પણ જાણી-જોઈ શકતા નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે નિર્જરાના પુદ્ગલો એટલા સૂક્ષ્મ છે તથા તે સંપૂર્ણ લોકને સ્પર્શીને રહ્યા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી સમુઘાતના ચરમ નિર્જરાના પુદ્ગલોની સૂક્ષ્મતા, લોક વ્યાપકતા અને છદ્મસ્થ જીવોની તે પુદ્ગલોને જાણવાની અક્ષમતાનું નિરૂપણ છે.