________________
૩૮૪ ]
શ્રી પન્નવણા સૂa: ભાગ-૩
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આહારક સમુદ્યાતયુક્ત જીવ, આહારક સમુદ્રઘાત દ્વારા જે પુગલોને પોતાના શરીરથી બહાર કાઢે છે, તો હે ભગવન્! તે પુગલોથી કેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે તથા કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન ક્ષેત્ર એક દિશામાં તે પુગલોથી વ્યાપ્ત અને સ્પષ્ટ થાય છે. તે જીવ એક સમય, બે સમય કે ત્રણ સમયના વળાંક દ્વારા આટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે અને સ્પષ્ટ કરે છે. ७९ ते णं भंते ! पोग्गला केवइकालस्स णिच्छुभइ ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પુગલોને કેટલા સમય સુધી બહાર કાઢે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી તે પુલોને બહાર કાઢે છે. ८० ते णं भंते ! पोग्गला णिच्छूढा समाणा जाई तत्थ पाणाइं भूयाइं जीवाई सत्ताई अभिहणंति जाव उद्दति तओ णं भंते ! जीवे कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए । ते णं भंते ! जीवा ताओ जीवाओ कइकिरिया ? गोयमा ! एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બહાર નીકળેલા તે પગલો ત્યાં જે પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોનો અભિઘાતાદિ કરે છે વાવ તેને પ્રાણ રહિત કરી દે, તો હે ભગવન્! તે સમુઘાત કરનારા જીવને કેટલી ક્રિયાઓ લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ ત્રણ ક્રિયા, કદાચિત ચાર ક્રિયા અને કદાચ પાંચ ક્રિયા લાગે છે. પ્રશ્ન- હે ભગવન્આહારક સમુદ્યાત દ્વારા કાઢેલા પુદ્ગલોથી સ્પષ્ટ જીવોને સમુઘાત કરનારા જીવના નિમિત્તે કેટલી ક્રિયાઓ લાગે છે? ઉત્તર- હે ગૌતમ! આ જ રીતે ત્રણ, ચાર કે પાંચક્રિયા લાગે છે. ८१ से णं भंते ! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं परंपराघाएणं कइकरिया? गोयमा ! तिकिरिया वि चउकिरिया वि पंचकिरिया वि । एवं मणूसे वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે સમુઘાત કરનારા જીવને તથા સામુદ્દઘાતિક પુદ્ગલોથી સ્પષ્ટ તે જીવો (બંને)ને અન્ય જીવોનો પરંપરાએ ઘાત થવાથી કેટલી ક્રિયાઓ લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત ત્રણ ક્રિયા પણ લાગે, ચાર ક્રિયા પણ લાગે અને પાંચ ક્રિયા પણ લાગે છે. આ જ રીતે મનુષ્યમાં આહારક સમુદ્યાતની વક્તવ્યતા સમજી લેવી જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં આહારક સમુઘાતયુક્ત જીવના ક્ષેત્ર, કાલ અને ક્રિયાનું નિરૂપણ છે.
આહારક શરીર ચૌદપૂર્વધારી આહારક લબ્ધિસંપન્ન મુનિઓને જ હોય છે. તે મુનિ આહારક લબ્ધિનો પ્રયોગ કરે ત્યારે આહારક સમુઘાત કરે છે. તે જીવ આહારક સમુદ્રઘાત દ્વારા જે પુગલોને