________________
| છત્રીસમું પદઃ સમુદ્યાત
[ ૩૮૩ ]
चेव । एवं जाव वेमाणियस्स, णवरं- पंचेंदियतिरिक्ख-जोणियस्स एग दिसिं एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તૈજસ સમુદ્યાતથી સમવહત થયેલા જીવો તૈજસ સમુઘાત દ્વારા જે પગલોને પોતાના શરીરથી બહાર કાઢે છે, તો હે ભગવન્! તે પુદ્ગલોથી કેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે અને કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે વૈક્રિય સમુદ્ધાતના પુદ્ગલોથી વ્યાપ્ત થતાં ક્ષેત્રનું કથન કર્યું છે, તે જ રીતે તૈજસ સમુઘાતના પુદ્ગલોથી વ્યાપ્ત થતા ક્ષેત્રનું કથન સમજવું, વિશેષતા માત્ર એ છે કે તૈજસ સમુદુઘાતના પુદ્ગલોથી વ્યાપ્ત થતું ક્ષેત્ર લંબાઈમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું છે. શેષ સમસ્ત વક્તવ્યતા વૈક્રિય સમુદ્યાતની સમાન છે.
આ જ રીતે વૈમાનિક સુધીની વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ એક જ દિશામાં પૂર્વોક્ત ક્ષેત્રને વ્યાપ્ત અને સ્પષ્ટ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૈજસ સમુદ્યાત યુક્ત જીવના ક્ષેત્ર અને કાલનું કથન છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં તેજલબ્ધિ હોય છે. તેજોલબ્ધિનો પ્રયોગ કરે, ત્યારે તેના પ્રારંભકાળમાં તૈજસ સમુદ્યાત થાય છે.
તૈજસ સમુઘાતથી સમવહત થયેલો જીવ તૈજસ સમુદ્રઘાત દ્વારા જે પુગલોને બહાર કાઢે છે તે પુદ્ગલોથી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન સુધીનું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે અને તેટલું જ ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. વૈક્રિય સમુદ્દઘાતમાં જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગનું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે પરંતુ તૈજસ સમુદુઘાતમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે, તેમાં તિર્યંચ પંચેન્દ્રિયના તૈજસ સમુદ્યાતજન્ય પુગલો કોઈપણ એક દિશામાં જ વ્યાપ્ત થાય છે અને મનુષ્ય તથા દેવતાના તૈજસ સમુઘાતજન્ય પુદ્ગલો દિશા અને વિદિશા બંનેમાં વ્યાપ્ત થઈ શકે છે.
તૈજસ સમુદ્યાતજન્ય પુદ્ગલોની વ્યાપ્ત થવાની પ્રક્રિયા એક, બે કે ત્રણ સમયમાં થાય છે. આહારક સમુદ્યાતયુક્ત જીવોના ક્ષેત્ર કાળ અને ક્રિયા:
७८ जीवे णं भंते ! आहारगसमुग्घाएणं समोहए समोहणित्ता जे पोग्गले णिच्छुभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे केवइए खेत्ते फुडे । ___गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं, आयामेणं- जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं संखेज्जाई जोयणाई एगदिसिं, एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे ।
एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गहेणं एवइकालस्स अफुण्णे एवइकालस्स फुडे ।