________________
[ ૩૮૨ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈક્રિયસમુઘાતજન્ય પુગલોની ક્ષેત્ર સ્પર્શના અને તેના કાલનું નિરૂપણ છે. ક્ષેત્રસ્પર્શના– વૈક્રિય સમુહ્વાતથી સમવહત થયેલો જીવ વૈક્રિય સમુદ્યાત દ્વારા જે પુગલોને બહાર કાઢે છે તે પુલો પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગના અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન સુધીના ક્ષેત્રને વ્યાપ્ત કરે છે અને તેટલા જ ક્ષેત્રને સ્પષ્ટ કરે છે.
વૈક્રિય સમુદ્દઘાત કરનારા જીવ પ્રારંભમાં સંખ્યાત યોજનાનો જ દંડ કાઢે છે અને ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજનનું વૈક્રિય શરીર બનાવે છે, તેથી વૈક્રિય સમુઘાતનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સંખ્યાત યોજનાનું થાય છે. નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યો વૈક્રિય સમુદ્ઘાતજન્ય પુગલો દ્વારા જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરે છે અને વાયુકાય વૈક્રિય સમુઘાતજન્ય પુદ્ગલો દ્વારા જઘન્ય-ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રને જ વ્યાપ્ત કરે છે.
- જ્યારે કોઈ જીવ વૈક્રિય સમુઘાતને પ્રાપ્ત થઈને મારણાંતિક સમુઘાતને પ્રાપ્ત થાય, તો તેના આત્મ પ્રદેશોનો વિસ્તાર અસંખ્યાત યોજનનો પણ થઈ શકે છે પરંતુ તે મારણાંતિક સમુઘાતજન્ય હોવાથી વૈક્રિય સમુદ્દઘાતના પુદ્ગલોથી વ્યાપ્ત થતાં ક્ષેત્રમાં તેની વિવક્ષા થતી નથી. ક્ષેત્ર સ્પર્શનાની દિશા - વૈક્રિય સમુઠ્ઠાત કરતા નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાયિક જીવો નિયમા એક જ દિશાના ક્ષેત્રને સમુદુઘાતજન્ય પુદ્ગલોથી વ્યાપ્ત અને સ્પષ્ટ કરે છે, કારણ કે નારકી પરાધીન અને અલ્પ ઋદ્ધિમાન હોય છે, પંચેન્દ્રિય તિર્યંચ પણ અલ્પઋદ્ધિમાન હોય છે અને વાયુકાયિક જીવો વિશિષ્ટ ચેતનાથી રહિત હોય છે, તેથી જ્યારે તેઓ વૈક્રિય સમુઘાતનો પ્રારંભ કરે છે, ત્યારે સ્વભાવથી જ તે જીવોના આત્મપ્રદેશોનો દંડ તથા સમુઘાતજન્ય ફુગલોનું ગમન શ્રેણિ અનુસાર એક દિશામાં જ થાય છે. તેના પુદ્ગલોનું વિશ્રેણિમાં ગમન થતું નથી. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ તથા મનુષ્ય સ્વેચ્છાપૂર્વક વિહાર કરનારા છે અને વિશિષ્ટ લબ્ધિ સંપન્ન પણ હોય છે, તેથી તેઓ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા વૈક્રિય સમુદ્રઘાતજન્ય પુદ્ગલોને વિદિશામાં પણ વ્યાપ્ત કરી શકે છે. કાલ પરિમાણ:- વાયુકાયને છોડીને વૈક્રિય સમુદ્ઘાત કરનારા જીવો ત્રસ હોવાથી ત્રસનાડીમાં જ હોય છે, પરંતુ વૈક્રિય સમુઘાત કરનારા વાયુકાયિકો પણ પ્રાયઃ ત્રસનાડીમાં જ ઉત્પન્ન થાય છે. તેથી વૈક્રિય સમુદ્દઘાત ત્રસનાડીમાં થાય છે, તેથી તે-તે જીવોની વિગ્રહગતિ અનુસાર તેના પુગલો એક, બે, ત્રણ સમયમાં એટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે. કિયા - સમુદ્યાતજન્ય પુગલોથી અન્ય જીવોની પરિતાપના કે હિંસા થવાથી (૧) સમુદ્યાત કરનારા
જીવને, (૨) સમુદ્દઘાતના પગલોથી સ્પષ્ટ જીવોને તથા (૩) પરંપરાથી અન્ય જીવોને ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. તૈજસ સમુદ્યાતયુક્ત જીવોનાં ક્ષેત્ર, કાળ અને ક્રિયા:७७ जीवे णं भंते ! तेयगसमुग्घाएणं समोहए समोहणित्ता जे पोग्गले णिच्छुभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे पुच्छा ? एवं जहेव वेउव्वियसमुग्घाए तहेव, णवरं- आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, सेसं तं