________________
છત્રીસમું પદ : સમુદ્દાત
. વરૂપ અત્તે આપુ...પુ છે... સમુદ્ધાત દ્વારા કેટલું ક્ષેત્ર વ્યાપ્ત અને સ્પષ્ટ થાય છે ?
છે ?
૩૭૭
તીવ્ર વેદના સમયે સહજ રીતે આત્મ પ્રદેશોનો વિસ્તાર થાય છે, તે જ વેદના સમુદ્ધાન છે. સમુદ્ધાત દ્વારા આત્મપ્રદેશોના વિસ્તાર સાથે તૈજસ-કાર્યણ શરીરનો પણ વિસ્તાર થાય છે અને તેની સાથે જ જીવ વેદનીય કર્મના અનંત પુદ્ગલોની નિર્જરા કરે છે અર્થાત્ તે કર્મ પુદ્ગલો પણ આત્મપ્રદેશ ઉપરથી છૂટા પડે છે, બાર નીકળે છે.
વેદના સમુદ્દાત દ્વારા પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ ક્ષેત્ર છ એ દિશામાં વ્યાપ્ત થઈ જાય છે. છ એ દિશામાં શરીરના પોલાણ ભાગો આત્મપ્રદેશોથી પૂરિત થઈ જાય છે અને તેટલું જ ક્ષેત્ર સ્પષ્ટ થાય છે.
ને પોળને બિક્ટુમ.....પોતેહિં જેવÇ હેત્તે...... પ્રસ્તુત સૂત્ર પાઠમાં સમુદ્દાત દ્વારા બહાર નીકળતા પુદ્ગલોથી વ્યાપ્ત થતાં ક્ષેત્રનું કથન છે. અહીં પાત્તે શબ્દ પ્રયોગ તૈજસ-કાર્યણ શરીર સહિત આત્મપ્રદેશો માટે પ્રયુક્ત થયો છે; કારણ કે કોઈ પણ સમુદ્ધાતમાં આત્મ પ્રદેશોના વિસ્તાર સાથે તૈજસ-કાર્મણ શરીરનો વિસ્તાર થાય છે.
સમુદ્દાત દ્વારા વ્યાપ્ત ક્ષેત્રના કથનમાં સૂત્રકારે સાતે સમૃદ્ઘાતથી વ્યાપ્ત ક્ષેત્રનું અને દિશાનું ચોક્કસ પ્રમાણ નિશ્ચિત કર્યું છે. તે આત્મપ્રદેશોની અપેક્ષાએ જ નિશ્ચિત કરી શકાય છે. સમુદ્ધાતજન્ય નિર્જરિત કર્મપુદ્ગલો તો સમસ્ત દિશા અને વિદિશામાં ફેલાઈ જાય છે તેના માટે કોઈ ચોક્કસ ક્ષેત્ર કે દિશા રહેતી નથી.
૨. હેતે જેવવાનક્સ પુણે- તે ક્ષેત્ર કેટલા કાલમાં વ્યાપ્ત અને સ્પષ્ટ થાય છે ? પ્રાસમણાં..... વિદેળ...... એક, બે કે ત્રણ સમયના વિગ્રહમાં તે ક્ષેત્ર વ્યાપ્ત થાય છે. અહીં ‘વિગ્રહ’ શબ્દ પ્રયોગ સમય મર્યાદાને નિશ્ચિત કરે છે. સમુદ્દાત માટે વિસ્તૃત થતા આત્મપ્રદેશો એક, બે કે ત્રણ સમયમાં લક્ષિત સ્થાનમાં વ્યાપ્ત થઈ જાય છે. શરીરમાં રહેલા આત્મપ્રદેશો શરીરના પોલાણભાગમાં વ્યાપ્ત થઈ જાય છે. તે પોલાણભાગમાં શ્રેણી અને વિશ્રેણી હોય, તેને પૂરિત થતાં ત્રણ સમય લાગે છે.
આત્મપ્રદેશોને વ્યાપ્ત થવાની પ્રક્રિયા કેવળી સમુદ્દાતની જેમ જ થાય અર્થાત્ પહેલા સમયે આત્મપ્રદેશો દંડ રૂપે વિસ્તૃત થાય, બીજા સમયે ચારે દિશામાં કપાટરૂપે અને ત્રીજા સમયે વિદિશામાં વિસ્તૃત થાય છે.
આત્મપ્રદેશોને વ્યાપ્ત થવાનું ક્ષેત્ર જો એક દિશાગત હોય, તો એક સમય, ચાર દિશાગત હોય તો બે સમય અને વિદિશાગત હોય તો ત્રણ સમય લાગે છે.
રૂ. પોળના જેવાનક્સ બિઝુમરૂં ? કેટલા કાલ સુધી પુદ્ગલો બહાર નીકળે છે ? અટલે કે સમુદ્ધાતની સંપૂર્ણ પ્રક્રિયા કેટલા કાલ સુધી ચાલે છે ?
અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત કાલ પર્યંત સતત કર્મપુદ્ગલોનું નિર્જરણ થયા કરે છે, જેમ કે અત્યંત દાહજવરથી પીડિત વ્યક્તિના ઉષ્ણ પુદ્ગલો બહાર નીકળતા અનુભવી શકાય છે.
આત્મપ્રદેશોને લક્ષિત સ્થાન સુધી વ્યાપ્ત થવામાં એક, બે કે ત્રણ સમય લાગે અને વ્યાપ્ત ક્ષેત્રમાં કર્મપુદ્ગલોના ગ્રહણ–નિસ્સરણની સંપૂર્ણ પ્રક્રિયા અંતર્મુહૂર્ત સુધી ચાલે છે.