________________
[ ૩૭૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
૪. જે ની વિરપ ? સમુઘાતજન્ય પુદ્ગલોથી અન્ય જીવોની વિરાધના થાય, તો સમુદ્યાત કરનારને કેટલી ક્રિયા લાગે છે?
બહાર નીકળતા તે પગલોથી ક્યારેક અન્ય જીવોની વિરાધના થાય છે અને ક્યારેક અન્ય જીવોની વિરાધના થતી નથી, તેમ છતાં સમુદ્યાત કરનાર જીવ સકષાયી હોવાથી તેને કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયા તો લાગે જ છે, જો તે પુદ્ગલોથી અન્ય જીવોને પરિતાપના પહોંચે, તો પારિતાપનિક ક્રિયા સહિત ચાર ક્રિયા અને અન્ય જીવોનો ઘાત થાય, તો પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. આ રીતે સમુઘાત કરનાર સકષાયી જીવને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. છે. ગીવાઓ ફરિયા- સમુદ્યાતજન્ય પુદગલોથી સ્પષ્ટ જીવોને કેટલી ક્રિયા લાગે છે? જેમ કે– એક પુરુષને વીંછીએ ડંખ માર્યો, તેની તીવ્ર વેદનાથી તે પુરુષને વેદના સમુદ્દઘાત થાય, તેમાં તે વીંછી આદિ જીવોને પણ સમુઘાત કરનાર જીવોની અપેક્ષાએ પૂર્વવત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. ૬. સમુદ્યાત કરનાર જીવ અને સમુઘાતજન્ય પુદ્ગલોથી સ્પષ્ટ અન્ય જીવો, તે બંને જીવોના નિમિત્તથી પરંપરાએ અન્ય જીવોની ઘાત થાય છે તેથી તે બંને પ્રકારના જીવોમાંથી કેટલાક જીવોને ત્રણ ક્રિયા, કેટલાક જીવોને ચાર ક્રિયા અને કેટલાક જીવોને પાંચ ક્રિયા લાગે છે.
puછે અને કે માં તફાવત :- અps- વ્યાપ્ત થવું. વ્યાપ્ત થવાની ક્રિયામાં વચ્ચે કેટલાક આકાશ પ્રદેશોની સ્પર્શના છૂટી જાય છે, તેથી સૂત્રકારે ડે-શબ્દ પ્રયોગ કર્યો છે. સ્પષ્ટ થવાની ક્રિયામાં વચ્ચે એક પણ આકાશ પ્રદેશની સ્પર્શના છૂટતી નથી. આ રીતે વ્યાપ્ત થવું અને સ્પષ્ટ થવું તે બંને ક્રિયાપદના પ્રયોગ દ્વારા સ્પષ્ટ થાય છે કે સમુદ્યાતજન્ય પુગલો દ્વારા જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય, તેમાં વચ્ચે એક પણ આકાશ પ્રદેશની સ્પર્શના છૂટતી નથી. સંક્ષેપમાં પુગલોની તે ક્ષેત્રમાં ગમનાગમન રૂપ ક્રિયા વ્યાપ્ત કહેવાય છે અને તે ક્ષેત્રમાં અંતર્મુહૂર્ત સુધી પુદ્ગલોની સ્થિત થવાની ક્રિયા સ્પષ્ટ કહેવાય છે. મારણાંતિક સમુદ્યાતયુક્ત જીવોના ક્ષેત્ર, કાળ અને ક્રિયા:
७० जीवेणं भंते । मारणंतियसमग्याएणं समोहए समोहणित्ता जे पोग्गले णिच्छुभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे केवइए खेत्ते फुडे ?
___ गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं, आयामेणं जहण्णेणं अंगुलस्स अखेज्जइभाग, उक्कोसेणं असंखेज्जाई जोयणाई एगदिसिं, एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતવાળા જીવ મારણાંતિક સમુદ્રઘાત દ્વારા જે પુગલોને આત્મપ્રદેશોથી બહાર કાઢે છે, તે પુદ્ગલોથી કેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે, તથા કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીરપ્રમાણ તથા લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન સુધીનું ક્ષેત્ર એક દિશામાં વ્યાપ્ત અને સ્પષ્ટ થાય છે. આટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે તથા આટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. ७१ से णं भंते ! खेत्ते केवइकालस्स अफुण्णे केवइकालस्स फुडे ?