________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
अभिहणंति वत्र्त्तेति लेसेंति संघाएंति संघट्टेति परियावेंति किलामेंति उद्दवें तेहितो णं भंते ! से जीवे कइकिरिए ?
ગોયમા ! સિય તિિિર, સિય પતિ, સિય પંચિિરણ્ ।
૩૭૬
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બહાર કાઢેલાં તે પુદ્ગલો, ત્યાં રહેલા(તે ક્ષેત્રમાં સ્થિત) બેઇન્દ્રિયાદિ પ્રાણી, વનસ્પતિકાયરૂપ ભૂત, પંચેન્દ્રિય જીવો તથા પૃથ્વીકાયાદિ ચાર સ્થાવરરૂપ સત્ત્વોને હણે છે, ઢાંકે છે, સ્પર્શે છે, અથડાય છે, એકત્રિત કરે છે, પીડા ઉત્પન્ન કરે છે, ભયભીત કરે છે, મૂર્છિત કરે છે અને ઘાત કરે છે, તો હે ભગવન્ ! તે જીવ આ સમુદ્દાતની ક્રિયાથી કેટલી ક્રિયાવાળો થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયાવાળો થાય છે. ६७ ते णं भंते ! जीवा ताओ जीवाओ कइकिरिया ? गोयमा ! सिय तिकिरिया सिय चउकिरिया सिय पंचकिरिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે જીવો, વેદના સમુદ્દાતવાળા તે જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ પાંચ ક્રિયાવાળા થાય છે.
६८ से णं भंते ! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं परंपराघाएणं कइकिरिया ? गोमा ! तिकिरिया वि चउकिरिया वि, पंचकिरिया वि । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવ(સમુદ્દાત દ્વારા પુદ્ગલોને બહાર કાઢતો જીવ) અને તે જીવો (બહાર કાઢેલા પુદ્ગલોથી હણાતા, જીવો), અન્ય જીવોની(પરંપરાએ) ઘાત કરતાં કેટલી ક્રિયાવાળા થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! ત્રણ ક્રિયા, ચાર ક્રિયા અને પાંચ ક્રિયાવાળા થાય છે.
૬૬ ખેર ખં ભંતે ! વેવલાસમુ યાણં સમોહણ્ પુચ્છા ? ગોયમા ! નદેવ નીવે, णवरं- णेरइयाभिलावो । एवं णिरवसेसं जाव वेमाणिए । एवं कसायसमुग्धाओ वि भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વેદના સમુદ્દાતથી સમવહત થયેલો નારકી, સમુદ્દાત દ્વારા જે પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલોથી કેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે તથા કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે ? ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! સમુચ્ચય જીવના વિષયમાં જે કથન છે તે જ પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં જીવના સ્થાને નારકી શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.આ જ રીતે વૈમાનિક સુધી ચોવીસ દંડકના સમસ્ત જીવો સંબંધી સમગ્ર વક્તવ્યતા કહેવી જોઈએ. આ જ રીતે કષાય સમુદ્દાતનું પણ સમગ્ર કથન કરવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વેદના અને કષાય સમુદ્દાતથી સંબંધિત છ પ્રશ્નોની વિચારણા છે.