________________
| છત્રીસમું પદઃ સમુઘાત
[ ૩૬૭ ]
ચોવીસે દંડકના અનેક જીવોમાં અતીત અને અનાગત ક્રોધાદિ સમુઠ્ઠાત અનંત હોય છે, કારણ કે ચોવીસ દંડકમાં જીવો અનંત ભૂતકાલથી જન્મ-મરણ કરી રહ્યા છે અને તે જીવો ભવિષ્યકાળમાં અનંત જન્મ-મરણ કરવાના છે તેથી ૨૪ દંડકના અનેક જીવોમાં ભૂત અને ભવિષ્યકાલીન ક્રોધાદિ ચારે કષાય સમુધ્ધાતો અનંત થાય છે. ૨૪ દંડકના એક-અનેક જીવોના ર૪ દંડકોમાં કષાય સમુદ્યાત - ५० एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया कोहसमुग्घाया अतीता?
गोयमा ! अणंता, एवं जहा वेयणासमुग्घाओ भणिओ तहा कोहसमुग्घाओ वि भाणियव्वो जिरवसेसं जाव वेमाणियत्ते । माणसमुग्घाओ, मायासमुग्घाओ जहा मारणंतियसमुग्घाओ । लोभसमुग्घाओ जहा कसायसमुग्घाओ । णवरं- असुरादि सव्वजीवा रइएसु लोभकसाएणं एगुत्तरिया णेयव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકોના નારકીપણે ભૂતકાલીન ક્રોધ સમુઘાત કેટલા થયા છે? ઉત્તર- હે ગૌતમ! તે અનંત થયા છે. જેવી રીતે વેદના સમુદ્યાતનું કથન કર્યું છે, તેવી જ રીતે ક્રોધ સમુદ્યાતનું પણ સમગ્રરૂપે યાવતુ વૈમાનિક સુધી કથન કરવું જોઈએ. માન-સમુઘાત, માયા સમુદ્યાતના વિષયમાં સંપૂર્ણ કથન મારણાંતિક સમુઘાતની સમાન કહેવું જોઈએ.
લોભ સમદુઘાતનું કથન કષાય સમુદ્યાતની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમાર આદિ સર્વ જીવોના નારકીપણે લોભ કષાય સમુઘાતની પ્રરૂપણા ગુત્તરિયં અર્થાત્ એકથી લઈને અનંત સુધી કરવી જોઈએ. ५१ रइयाणं भंते ! णेरइयत्ते केवइया कोहसमुग्घाया अतीता ? गोयमा ! अणंता। केवइया पुरेक्खडा? गोयमा ! अणंता । एवं जाव वेमाणियत्ते । ભાવાર્થ:- ૫શ્ન- હે ભગવન્! અનેક નારકીઓને નારકીપણે ભૂતકાલીન કેટલા ક્રોધ સમુદ્યાત થયા છે? ઉત્તર-હે ગૌતમ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! અનેક નારકીઓને નારકીપણે ભવિષ્યકાલીન કેટલા ક્રોધ સમુદ્યાત થાય છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થાય છે. આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. ५२ एवं सट्ठाण-परट्ठाणेसु सव्वत्थ वि भाणियव्वं सव्वजीवाणं चत्तारि समुग्घाया जाव लोभसमुग्घाओ जाव वेमाणियाणं वेमाणियत्ते । ભાવાર્થ:- આ જ પ્રમાણે સ્વસ્થાન-પરસ્થાનોમાં સર્વત્ર ક્રોધ સમુદ્યાતથી લઈને લોભ સમુદ્યાત સુધી થાવત વૈમાનિકોના વૈમાનિકપણામાં ચાર સમુદ્દાત કહેવા જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સુત્રોમાં એક-અનેક ૨૪ દંડકના જીવોમાં થતાં પરસ્પર કષાય સમુઘાતનું નિરૂપણ છે. એકવચનની અપેક્ષાએ- એક નારકીને નારકીપણે ભૂતકાલીન અનંત કષાય સમુદ્યાત થયા છે, કારણ કે ભૂતકાળમાં તે જીવે અનંતવાર નરકગતિમાં જન્મ ધારણ કર્યા છે. ભવિષ્યમાં એક નારકીને નારકીપણે કષાય સમુદ્યાત થાય અથવા ન થાય, જો તે જીવ પોતાના નરક ભવના શેષ અલ્પ આયુષ્યમાં એક પણ કષાય સમુદ્રઘાત કર્યા વિના મૃત્યુ પામે, ત્યાંથી મનુષ્ય જન્મ પામી સિદ્ધ થાય, તો તેને ભવિષ્યમાં નારકીપણે