________________
૩૮ |
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
કષાય સમુઘાત થતા નથી. જો તે જીવ પોતાના શેષ આયુષ્યમાં એક, બે, ત્રણ આદિ વાર કષાય સમુદ્યાત કરીને મૃત્યુ પામે અને ત્યાંથી મનુષ્ય જન્મ પામી સિદ્ધ થાય તો, જઘન્ય એક, બે, ત્રણ આદિ સમુઘાત થાય, જો તે જીવ ભવાંતરમાં પુનઃ એક વાર કે અનેકવાર નરકમાં જન્મ ધારણ કરે, તો તેને નરકગતિમાં ક્રોધની બહુલતાની અપેક્ષાએ જઘન્ય સંખ્યાતા અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કષાય સમુઘાત થાય છે અને અનંત ભવ કરે તો, તેને અનંત કષાય સમુદ્યાત થાય છે.
આ રીતે એક નારકીને અન્ય કોઈ પણ દંડકના જીવપણે અતીતકાલીન અનંત કષાય સમુઘાત થયા હતા અને તેના ભવભ્રમણ અનુસાર ભવિષ્યકાલીન જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત કષાય સમુદુઘાત થાય છે. આ જ રીતે ૨૪ દંડકના જીવોને ૨૪ દંડકપણે ક્રોધ સમુઘાતનું કથન વેદના સમુદ્યાતની સમાન છે, અર્થાત્ ૨૩ દંડકના જીવોને નારકીપણે ભવિષ્યકાલીન ક્રોધ સુમદ્ઘાત થાય અથવા ન થાય, જો થાય તો જઘન્ય સંખ્યાતા, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કે અનંત થાય છે અને ૨૩ દંડકના જીવોના ૨૩દંડકપણે ભવિષ્યકાલીન ક્રોધ કષાય સમુદ્યાત થાય તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થાય છે. માળ સમુધારો માયા સમુઘા નહીં મળતિય સમુઘારો...... ૨૪ દંડકના જીવોને ૨૪ દંડકપણે થતાં માન અને માયા સમુઘાતનું કથન મારણતિક સમુદ્યાતની સમાન જાણવું અર્થાત્ ૨૪ દંડકના જીવોને ૨૪ દંડકના જીવપણે ભૂતકાલીન અનંત માન સમુદ્યાત અને માયા સમુદ્યાત થયા છે અને ભવિષ્યકાલીન સર્વત્ર જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત માન સમુદ્યાત અને માયા સમુઘાત થાય છે. નોદ સમુથાબો ના સાથ સમુથારો..... ૨૪ દંડકના જીવોના ૨૪ દંડકના જીવપણે થતાં લોભ સમુઘાતનું કથન કષાય સમુઘાતની સમાન છે. નારકીઓમાં લોભ કષાય અત્યંત અલ્પ હોય છે, તેથી નારકીને નારકીપણે લોભ કષાય સમુઘાત ભૂતકાલીન અનંત થાય છે અને ભવિષ્યકાલીન થાય અથવા ન થાય, જો થાય તો જઘન્ય, એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થાય છે. આ જ રીતે અસુરકુમાર આદિ દેવો સહિત ૨૩ દંડકના જીવોને નારકીપણે લોભ સમુદુઘાત પરિયાણ vળા ..... અર્થાત્ કોઈને થાય અથવા કોઈને ન થાય, જો થાય તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય છે.
ત્રેવીસ દંડકના જીવોને અસુરકુમાર દેવપણે લોભ સમુદ્યાત ભવિષ્યમાં થાય તો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થાય અને અસુકુમાર દેવને લોભ સમુઘાત થાય અથવા ન થાય, જો થાય તો સ્વસ્થાનમાં અર્થાત્ અસુરકુમારપણે લોભ સમુદ્યાત થાય, તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય છે. ૨૩ દંડકના જીવોને અન્ય સર્વે ય દેવપણે લોભ સમુઘાત થાય તો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય છે અને સ્વસ્થાનમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત લોભ સમુદ્યાત થાય છે. ૨૪ દંડકના જીવોને દશ દારિકના દંડકપણે લોભકષાય સમુઘાત એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંત થાય છે. બહુવચનની અપેક્ષાએ ૨૪ દંડકના અનેક જીવોના ૨૪ દંડકનો જીવપણે ભૂતકાલીન-ભવિષ્યકાલીન ક્રોધાદિ ચારે કષાય સમુદ્રઘાતો અનંત-અનંત થાય છે. ર૪ દંડકના જીવોનું કષાય સમુદ્યાત સંબંધી અલ્પબદુત્વઃ५३ एएसि णं भंते ! जीवाणं कोहसमुग्घाएणं माणसमुग्घाएणं मायासमुग्घाएणं