________________
[ ૩૬ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
णत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं जाव वेमाणियस्स । एवं जाव लोभसमुग्घाए ।
एए चत्तारिद
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકના ભૂતકાલીન કેટલા ક્રોધ સમુદ્યાત થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને ભવિષ્યકાલમાં કેટલા ક્રોધ સમુદ્યાત થશે? ઉત્તર- હે ગૌતમ! કોઈને થશે, કોઈને થશે નહીં. જેને થશે, તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે.
આ જ રીતે વૈમાનિક સુધીના સર્વ દંડકના જીવોમાં જાણવું જોઈએ. આ જ રીતે લોભ સમુદ્દઘાત સુધીનું કથન કરવું જોઈએ. આ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવોમાં ભૂત-ભવિષ્યકાલીન (૧) ક્રોધ સમુદ્યાત (૨) માન સમુઘાત (૩) માયા સમુદ્યાત અને (૪) લોભ સમુદ્યાત અનંતા થાય છે. આ રીતે ચાર આલાપક થાય છે. |४९ णेरडयाणं भंते ! केवइया कोहसमग्घाया अतीता ? गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? गोयमा ! अणंता । एवं जाव वेमाणियाणं। एवं जाव लोभसमग्घाए । एए वि चत्तारि दंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકોના ભૂતકાલીન કેટલા ક્રોધ સમુદ્યાત થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! તેઓના ભવિષ્યકાલીન કેટલા ક્રોધ સમુદ્દઘાત થશે? ઉત્તર- હે ગૌતમ! તે પણ અનંત થશે.
આ જ રીતે વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવોની વક્તવ્યતા જાણવી જોઈએ. આ જ રીતે લોભ સમુદ્દઘાત સુધી જાણવું જોઈએ. આ રીતે ૨૪ દંડકના અનેક જીવોમાં ક્રોધાદિ ચાર સમુદ્ધાતના આ ચાર આલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કષાય સમુઘાતના ચાર પ્રકાર તથા ચોવીસ દંડકોમાં ચારે પ્રકારના કષાય સમુઘાતના અસ્તિત્વની પ્રરૂપણા છે અને ત્યાર પછી ચોવીસ દંડકોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ અતીત-અનાગત કાલીન ક્રોધાદિ ચારે સમુદ્યાતોની પ્રરૂપણા કરવામાં આવી છે. કષાય સમુઠ્ઠાતના ચાર પ્રકાર:- સૂત્રકારે ક્રોધાદિ ચાર કષાયની અપેક્ષાએ કષાય સમુઘાતના ચાર પ્રકાર કહ્યા છે. સમસ્ત સંસારી જીવોમાં ચારે કષાયનો સદ્ભાવ હોવાથી ૨૪ દંડકના જીવોમાં ચારે કષાય સમુદ્યાત હોય છે. એકવચનની અપેક્ષાએ નૈરયિકથી લઈને વૈમાનિક સુધીના પ્રત્યેક દંડકના પ્રત્યેક જીવમાં અતીત કાલીન અનંત ક્રોધાદિ સમુદ્યાત છે તથા પ્રત્યેક જીવમાં ભાવી ક્રોધાદિ સમુદુઘાત કોઈને થશે, કોઈને થશે નહીં. જે નારકી આદિ નારકાદિ ભવના અંતિમ સમયમાં વર્તે છે અને જે કષાય સમુદ્યાત કર્યા વિના જ મૃત્યુ પામી મનુષ્યભવમાં ઉત્પન્ન થવાનો છે તેમજ કષાય-સમુઘાત કર્યા વિના જ સિદ્ધ થઈ જાય, તો તેને ભાવી કષાય સમુદ્યાત થશે નહીં અને જેને થાય છે તેને આગામી ભવભ્રમણ પ્રમાણે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અને અનંત કષાય સમુદ્દઘાત થશે. બહુવચનની અપેક્ષાએ