________________
છત્રીસ પદઃ સમુઘાત,
૩૬૫
સમુદ્યાત | અલ્પાબહત્વ
કારણ પ્રમાણ ૫ મારણાંતિક સમુઘાત, અસંખ્યાતગુણા | ગર્ભજ અને સંમૂર્છાિમ બંને પ્રકારના મનુષ્યોમાંથી ઘણા મનુષ્યોને મૃત્યુ
સમયે હોય છે. વેદના સમુદ્યાત | અસંખ્યાતગુણા | જીવનમાં અનેકવાર થાય છે તેથી મારણાંતિક સમુઘાત કરતાં વધુ
હોય છે. | કષાય સમુદ્યાત સંખ્યાતગુણા | મનુષ્યોમાં વેદના કરતાં ચારે ય કષાયની બહુલતા હોય છે. અસમવહત અસંખ્યાતગુણા | જીવનમાં સમુઠ્ઠાતનો સમય અલ્પ અને સમુદ્યાત રહિત અવસ્થા અધિક (સમુદ્યાત રહિત)
હોય છે. સૂત્રગત અલ્પબદુત્વ સર્વોત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ છે, કારણ કે આહારક સમુઘાત, તૈજસ સમુદ્દઘાત અને કેવળી સમુદુઘાત કરનારા જીવો ક્યારેક હોય છે ક્યારેક હોતા નથી. જ્યારે હોય, ત્યારે જઘન્ય એક,બે કે ત્રણની સંખ્યામાં હોય, ક્યારેક મધ્યમ સંખ્યામાં હોય અને ક્યારેક સૂત્રકથિત ઉત્કૃષ્ટ સંખ્યામાં હોય છે. આ ત્રણે સમુદ્રઘાત કરનારા જીવો જ્યારે જઘન્ય કે મધ્યમ સંખ્યામાં હોય, ત્યારે ત્રણે સમુઘાત કરનારા જીવોમાં ક્યારેક હીન અને ક્યારેક અધિક પણ હોય શકે છે. તેથી જ સૂત્રોક્ત અલ્પબદુત્વ સર્વોત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ હોય, તો જ તે ક્રમશઃ સંખ્યાતગુણા થાય છે.
વેદનીય સમુઘાત, કષાય સમુઘાત અને અસમવહત સંબંધી અલ્પબદુત્વના કથનમાં સંખ્યાત કે અસંખ્યાતના પાઠમાં લિપિદોષની પણ શક્યતા રહે છે, તેથી આ ત્રણેયના અલ્પબદુત્વમાં તર્ક-વિતર્ક કરતાં શ્રદ્ધાગમ્યતાને ભાર આપવો જ હિતાવહ થાય છે. ટીકાકારે આ પદની વ્યાખ્યા કરતાં આ પ્રકારની અસંમજસતાને સ્વીકાર કરી છે અને તત્ત્વ કેવળી ગમ્ય છે, તેમ કહ્યું છે. કષાય સમુઠ્ઠાત - ४६ कइ णं भते ! कसायसमुग्घाया पण्णत्ता ? गोयमा ! चत्तारि कसायसमुग्घाया पण्णत्ता, तं जहा- कोहसमुग्घाए, माणसमुग्घाए, मायासमुग्घाए, लोभसमुग्घाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કષાય સમુદ્યાતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! કષાય સમુઘાતના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) ક્રોધ સમુઘાત (૨) માન સમુઘાત (૩) માયા સમુદુઘાત અને (૪) લોભ સમુદ્યાત. ४७ णेरइयाणं भंते ! कइ कसायसमुग्घाया पण्णत्ता ? गोयमा ! चत्तारि कसाय- समुग्घाया पण्णत्ता । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા કષાય સમુદ્યાત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોને ચારે કષાય સમુદ્યાત થાય છે. આ જ રીતે વૈમાનિકો સુધીના પ્રત્યેક દંડકમાં ચાર-ચાર કષાય સમુઘાત જાણવા જોઈએ. ४८ एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया कोहसमुग्घाया अतीता ?
गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ