________________
| છત્રીસણું પદઃ સમુદ્દઘાત
| ૩૧
નરયિકોમાં સમુદ્દઘાત સંબંધી અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા મારણાંતિક સમુદ્યાતવાળા છે કારણ કે મારણાંતિક સમુદ્યાત મૃત્યુ સમયે જ હોય છે. મૃત્યુ પામતા નૈરયિકોની સંખ્યા જીવિત નૈરયિકોની અપેક્ષાએ ઘણી અલ્પ હોય છે. તે ઉપરાંત મૃત્યુ પામતા બધા નૈરયિકોને મારણાંતિક સમુદ્યાત હોતો નથી. ઘણા નૈરયિકો અસમોહિયા મરણે પણ મૃત્યુ પામે છે, તેથી મારણાંતિક સમુદ્યાતવાળા નૈરયિકો સર્વથી થોડા છે. (૨) તેનાથી વૈક્રિય સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, કારણ કે સાતે નરકમૃથ્વીઓમાં પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવા માટે ઘણા નૈરયિકો નિરંતર ઉત્તરવૈક્રિય કરતા રહે છે. (૩) તેનાથી પણ કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, કારણ કે વૈક્રિય સમુઘાત કરનારા અને નહીં કરનારા સંખ્યાતગુણા નૈરયિકો તીવ્ર કષાયમાં કષાય સમુદ્યાત કરતા હોય છે, તેમજ વૈક્રિય સમુદ્યાત ઉત્તરક્રિયના આરંભ કાળે જ હોય છે, તેથી કષાય સમુદ્યાતવાળાની સંખ્યા સંખ્યાતગુણી થઈ જાય છે, (૪) તેનાથી વેદના સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, કારણ કે નરકમાં ક્ષેત્રત, દેવકૃત અને પરસ્પરકૃત, આ ત્રણ પ્રકારની વેદનાનું વેદન કરતાં પ્રાયઃ ઘણા નૈરયિકો હંમેશાં વેદના સમુઘાતને પ્રાપ્ત થયેલા હોય છે અને (૫) તેનાથી પણ સમુદ્યાતોથી રહિત જીવો સંખ્યાતગુણા છે, કારણ કે વેદનીય, કષાય સમુદ્યાતોનો સમય અત્યંત અલ્પ હોય છે, તેથી અસમવહત નૈરયિકો સર્વાધિક છે. નૈરયિકોમાં સમુદ્દઘાતોનું અલ્પબદુત્વસમુદુધાત | પ્રમાણ
કારણ ૧| મારણાંતિક સમુદ્યાત| સર્વથી થોડા | જીવનમાં એકવાર જ થાય છે. ૨| વૈક્રિય સમુદ્યાત | અસંખ્યાતગુણા | અસંખ્ય નૈરયિક પ્રસંગે–પ્રસંગે ઉત્તર વૈક્રિય કરતા જ હોય છે. ૩] કષાય સમુઘાત સંખ્યાતગુણા | નારકીઓમાં ક્રોધ કષાય અવસ્થા વધુ હોય છે. તેઓ પરસ્પર કલહ
કરતા રહે છે. ૪| વેદના સમુદ્યાત સંખ્યાતગુણા | નરકમાં કષાય કરતાં પણ અશાતા વેદનાની અવસ્થા વધુ સમય રહે છે. ૫] અસમવહત સંખ્યાતગુણા જીવનમાં સમુદ્યાતોનો સમય અલ્પ હોય અને સમુદ્યાત રહિત અવસ્થા (સમુઘાત રહિત)
વધુ હોય છે. દેવોમાં સમદુઘાત સંબંધી અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા તૈજસ સમુઘાતવાળા છે, કારણ કે તીવ્ર કોપ સમયે ક્યારેક કોઈક દેવો જ તેજોલબ્ધિનો પ્રયોગ કરે ત્યારે તૈજસ સમુદ્યાત હોય છે. તેજોલબ્ધિનો પ્રયોગ કરનારા દેવોની સંખ્યા અત્યંત અલ્પ હોય છે. (૨) તેનાથી મારણાંતિક સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે કારણ કે મૃત્યુ સમયે ઘણા દેવોને મારણાંતિક સમુઠ્ઠાત હોય છે, (૩) તેનાથી વેદના સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે કારણ કે મૃત્યુ પામતા દેવોથી અન્ય દેવો વધુ હોય છે અને તેમાં પરસ્પર યુદ્ધ નિમિત્તક વેદનાવાળા ઘણા દેવોને વેદના સમુદુઘાત થાય છે. (૪) તેનાથી પણ કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણો છે, કારણ કે દેવોમાં લોભ કષાયની બહુલતા હોય છે. તે નિમિત્તે ઘણા દેવોને કષાય સમુઘાત થાય છે (૫) તેનાથી વૈક્રિય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, પરિચારણાદિ અનેક કારણે ઘણા દેવો ઉત્તર વૈક્રિયશરીર કરે છે. (૬) તેનાથી સમુદ્યાતોથી રહિત દેવો અસંખ્યાતણા છે, કારણ કે સમુદ્યાતનો સમય અલ્પ હોય છે અને અસમવહતનો સમય વધુ હોય છે, તેથી કોઈપણ પ્રકારના સમુદ્યાતથી રહિત દેવો હંમેશાં અધિક હોય છે.