________________
| છત્રીસમું પદ : સમુઘાત
૩૫૯ ]
(૨) તેનાથી વૈક્રિય સમુદ્યાતથી સમવહત પંચેંદ્રિય તિર્યંચો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી મારણાંતિક સમદુઘાતથી સમવહત પંચંદ્રિય તિર્યંચો અસંખ્યાતણા છે, (૪) તેનાથી વેદના સમુદ્ધઘાતથી સમવહત પંચેંદ્રિય તિર્યંચો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી કષાય સમુદ્યાતથી સમવહત પંચેંદ્રિયતિર્યંચો સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અસમવહત પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા અધિક છે.
४५ मणुस्साणं भंते ! वेयणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं तेयासमुग्घाएणं आहारगसमुग्घाएणं केवलि-समुग्घाएणं समोहयाणं असमोहयाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा मणूसा आहारगसमुग्घाएणं समोहया, केवलिसमुग्घाएणं समोहया संखेज्जगुणा, तेयगसमुग्घाएणं समोहया संखेज्जगुणा, वेउव्वियसमुग्घाएणं समोहया संखेज्जगुणा, मारणंतियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेयणासमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा, असमोहया असंखेज्जगुणा । वाणमंतर-जोइसिय-वेमाणिया जहा असुरकुमारा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વેદના સમુદ્યાતથી, કષાય સમુઘાતથી, મારણાંતિક સમુઘાતથી, વૈક્રિય સમુઘાતથી, તૈજસ સમુઘાતથી, આહારક સમુઘાતથી અને કેવળી સમુદુઘાતથી સમવહત અને અસમવહત મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા આહારક સમુદ્રઘાતથી સમવહત મનુષ્યો છે, (૨) તેનાથી કેવળી સમુઘાતથી સમવહત મનુષ્યો સંખ્યાતગુણા છે, (૩) તેનાથી તૈજસ સમુઘાતથી સમવહત મનુષ્યો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી વૈક્રિય સમુહ્વાતથી સમવહત મનુષ્યો સંખ્યાતગુણા છે, (૫) તેનાથી મારણાંતિક સમુદ્યાતથી સમવહત મનુષ્યો અસંખ્યાત ગુણા છે. (૬) તેનાથી વેદના સમુદ્યાતથી સમવહત મનુષ્યો અસંખ્યાતગુણા છે, (૭) તેનાથી કષાય સમુઘાતથી સમવહત મનુષ્યો સંખ્યાતગુણા છે અને (૮) તેનાથી અસમવહત મનુષ્યો અસંખ્યાતગુણા છે. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું સમુદ્રઘાત સંબંધી અલ્પબદુત્વ અસરુકુમારોની જેમ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવો તથા ચોવીસ દંડકોમાં સમુદ્યાતના અલ્પબદુત્વનું નિરૂપણ છે. સનોદય-અસમો :- સમવહત-અસમવહત. જે જીવો સમુઘાતની ક્રિયા કરતા હોય તે સમવહત કહેવાય છે અને જે જીવો સમુદ્યાત રહિત હોય તે જીવો અસમવહત કહેવાય છે. સમુચ્ચય જીવોમાં:- (૧) સર્વથી થોડા આહારક સમુઘાતવાળા છે, કારણ કે આહારક શરીરો કદાચિત્ આ લોકમાં છ માસ સુધી હોતા નથી. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. આહારક સમુદ્યાત આહારક શરીરના પ્રારંભકાળ હોય છે, બાકીના કાળે હોતા નથી. આહારક સમુઠ્ઠાત કરનારા જીવો આહારક શરીરી જીવોથી સંખ્યાતમા ભાગ પ્રમાણ જ હોય છે. આહારક શરીરી જીવો અનેક હજાર હોય છે તો આહારક સમુઘાત કરનારા જીવો તેનો સંખ્યાતમો ભાગ અર્થાત્ અનેક સો