________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
(૨) તેનાથી કષાય સમુદ્દાતથી સમવહત પૃથ્વીકાયિકો સંખ્યાતગુણા છે, (૩) તેનાથી વેદના સમુદ્દાતથી સમવહત પૃથ્વીકાયિકો વિશેષાધિક છે અને (૪) તેનાથી અસમવહત પૃથ્વીકાયિકો અસંખ્યાતગુણા છે.
૩૫૮
આ જ રીતે અપ્લાયિકોથી લઈને વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે વાયુકાયિકોમાં (૧) સર્વથી થોડા વૈક્રિય સમુદ્દાતથી સમવહત જીવો છે, (૨) તેનાથી મારણાંતિક સમુદ્દાતથી સમવહત વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી કષાય સમુદ્દાતથી સમવહત વાયુકાયિકો સંખ્યાતગુણા છે. (૪) તેનાથી વેદના સમુદ્દાતથી સમવહત વાયુકાયિકો વિશેષાધિક છે અને (૫) તેનાથી અસમવહત વાયુકાયિક જીવો અસંખ્યાતગુણા અધિક છે.
४३ बेइंदियाणं भंते ! वेयणासमुग्धाएणं कसायसमुग्धाएणं मारणंतियसमुग्धाएणं समोहयाणं असमोहयाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा बेइंदिया मारणंतियसमुग्धाएणं समोहया, वेयणासमुग्धाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्धाएणं समोहया संखेज्जगुणा, असमोहया संखेज्जगुणा । एवं जाव चउरिंदिया ।
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! વેદના સમુદ્દાતથી, કષાય સમુદ્દાતથી તથા મારણાંતિક સમુદ્દાતથી સમવહત અને અસમવહત બેઇન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા મારણાંતિક સમુદ્દાતથી સમવહત બેઇન્દ્રિય જીવો છે, (૨) તેનાથી વેદના સમુદ્દાતથી સમવહત બેઇન્દ્રિય જીવો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી કષાય સમુદ્દાતથી સમવહત બેઇન્દ્રિય જીવો સંખ્યાતગુણા છે અને (૪) તેનાથી અસમવહત બેઇન્દ્રિય જીવો સંખ્યાતગુણા અધિક છે. આ જ રીતે તેઇન્દ્રિય અને ચોરેન્દ્રિય જીવો સુધીનું સમુદ્દાતની અપેક્ષાએ અલ્પબુહત્વ જાણવું જોઈએ.
४४ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! वेयणासमुग्धाएणं कसायसमुग्धाएणं मारणंतियसमुग्घाएणं वेडव्वियसमुग्घाएणं तेयासमुग्घाएणं समोहयाणं असमोहयाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा पंचेंदियतिरिक्खजोणिया तेयासमुग्धाएण समोहया, वेडव्वियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, मारणंतियसमुग्धाएणं समोहया असंखेज्जगुणा, वेयणासमुग्धाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा, असमोहया संखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વેદનાસ મુદ્દાતથી, કષાય સમુદ્દાતથી, મારણાંતિક સમુદ્દાતથી, વૈક્રિય સમુદ્દાતથી, તૈજસ સમુાતથી સમવહત તથા અસમવહત પંચદ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા તૈજસ સમુદ્દાતથી સમવહત પંચેંદ્રિય તિર્યંચો છે,