________________
૩૫૪ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
આ રીતે આ ચોવીસ દંડકોના ચોવીસ આલાપકો થાય છે વાવત વૈમાનિકોને વૈમાનિકપણામાં કેવળી સમુઘાતનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બહુવચનની અપેક્ષાએ ૨૪ દંડકના જીવોમાં ભૂત-ભવિષ્યકાલીન સાતે ય સમુદ્યાતની પ્રરૂપણા કરવામાં આવી છે. (૧) વેદનાદિ પાંચ સમઘાતો :- નારકી આદિ ચોવીસે દંડકના સ્વસ્થાન અને પરસ્થાનમાં અતીતઅનાગતકાલીન વેદના આદિ પ્રથમના પાંચ સમુદ્દઘાતો અનંત હોય છે, કારણ કે ચોવીસે દંડકના જીવો ભૂતકાળમાં અનંતકાળથી છે અને ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેશે. પ્રત્યેક દંડકના અનેક જીવો અનંતવાર તે-તે દંડકોમાં ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે અને ભવિષ્યકાલ પણ અનંત છે તેથી અનેક જીવો અનંતવાર તે-તે દંડકોમાં ઉત્પન્ન થશે, તેથી ૨૪ દંડકના જીવોને સ્વસ્થાન અને પરસ્થાનમાં પાંચે ય સમુદ્યાતો અનંત-અનંત થાય છે, પરંતુ જે જીવોમાં જે સમુદ્યાત હોય તે-તે જીવોમાં તે-તે સમુદ્યાતનું કથન કરવું જોઈએ. વૈકિય સમુઘાત વાયુકાયને છોડીને ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય તે સાત દંડકમાં નથી. શેષ ૧૭ દંડકના જીવોમાં વૈક્રિય સમુદ્યાત હોય છે, તેથી ૨૪ દંડકના જીવોના ૧૭ દંડકના જીવપણે ભૂત-ભવિષ્યકાલીન અનંત વૈક્રિય સમુઘાત થાય છે. તેજસ સમુદઘાત- નારકી, પાંચ સ્થાવર અને ત્રણ વિકેલેન્દ્રિય, આ નવ દંડકમાં નથી. શેષ ૧૫ દંડકના જીવોમાં તૈજસ સમુઘાત હોય છે, તેથી ૨૪ દંડકના જીવોને ૧૫ દંડકના જીવપણે ભૂત-ભવિષ્યકાલીન અનંત તૈજસ સમુદ્યાત થાય છે. આહારક સમુદ્દઘાત - ચૌદ પૂર્વધારી મનુષ્યોને જ આહારક લબ્ધિ પ્રગટ થાય છે અને આહારક લબ્ધિવાન મનુષ્યો જ આહારક સમુદ્યાત કરી શકે છે, તેથી સર્વ જીવોને ૨૩ દંડકના જીવપણે આહારક સમુઘાતનો અભાવ હોય છે. આહારક સમુઘાત કર્યા પછી જીવ કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરી શકે છે તેથી ૨૪ દંડકમાં ભૂત-ભવિષ્યકાલીન આહારક સમુદ્યાત સંભવિત છે.
અનેક જીવોની અપેક્ષાએ જે-જે દંડકોમાં જેટલી જીવસંખ્યા હોય તેટલા ભૂત-ભવિષ્યકાલીન આહારક સમુદ્યાત હોય છે. વનસ્પતિ અને મનુષ્ય આ બે દંડકને છોડીને શેષ બાવીસ દંડકના અસંખ્યાતા જીવો હોય છે. તેમાંથી અસંખ્યાતા જીવો એવા છે કે જેણે પૂર્વ ભવમાં મનુષ્યપણામાં આહારક શરીર એક, બે કે ત્રણ વાર બનાવ્યું હોય અને અસંખ્યાતા જીવો એવા પણ છે કે જે ભવિષ્યમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી આહારક સમુદ્યાત કરશે, તેથી બાવીસ દંડકના જીવોને મનુષ્યપણામાં ભૂત-ભવિષ્યકાલીન અસંખ્યાતઅસંખ્યાત આહારક સમુદ્રઘાત થાય છે. વનસ્પતિકાયિક અનંત જીવો હોવાથી વનસ્પતિકાયને મનુષ્યપણામાં ભૂત-ભવિષ્યકાલીન અનંત અનંત આહારક સમુદ્યાત થાય છે.
ચૌદ પૂર્વનું જ્ઞાન, આહારક લબ્ધિ આદિ પ્રાપ્ત કરીને તેનાથી પતિત થઈને જીવો વનસ્પતિકાયમાં જાય છે, તેથી જ વનસ્પતિકાયને મનુષ્યપણામાં ભૂતકાલીન અનંત આહારક સમુદ્યાત થયા છે અને વનસ્પતિકાયના અનંતાનંત જીવોમાંથી ભવિષ્યકાળમાં અનંતા જીવો મનુષ્ય જન્મ પામીને ચૌદ પૂર્વનું જ્ઞાન, આહારક લબ્ધિ પ્રાપ્ત કરીને આહારક સમુઘાત પ્રાપ્ત કરશે, તેથી વનસ્પતિકાયના મનુષ્યપણામાં ભવિષ્યકાલીન આહારક સમુદ્યાત પણ અનંત થશે.
મનુષ્યના મનુષ્યપણામાં અતીત અને અનાગત આહારક સમઘાત સંખ્યાતા અથવા અસંખ્યાતા