________________
| છત્રીસમું પદઃ સમુદ્દઘાત
૩૪૯.
એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થાય છે. પરસ્થાનમાં દશ ભવનપતિ અને વ્યંતર દેવ પણામાં લોભ સમુદુઘાતની અપેક્ષાએ જઘન્ય સંખ્યાતા અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કે અનંત થાય છે; જ્યોતિષી અને વૈમાનિક દેવપણામાં જઘન્ય અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ અનંત કષાય સમુદ્યાત થાય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યપણામાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત કષાય સમુદ્યાત ભવિષ્યકાલમાં થાય છે. મારણાંતિક સમુદ્દઘાત - ભૂતકાળમાં ૨૪ દંડકના પ્રત્યેક જીવે ૨૪ દંડકના જીવપણે અનંત જન્મ-મરણ કર્યા છે, તેથી પ્રત્યેક જીવને સ્વસ્થાન-પરસ્થાનમાં ભૂતકાલીન અનંત મારણાંતિક સમુદ્યાત થયા છે. ભવિષ્યકાલીન મારણાંતિક સમુદ્યાત છે તે જીવોને ભવિષ્યના ભવભ્રમણના આધારે નિશ્ચિત થાય છે. જેમ કે એક નારકીને નારકીપણે ભવિષ્યકાલીન મારણાંતિક સમુદ્યાત થાય અથવા ન થાય, જો તે નારકી પુનઃ નારકીપણે જન્મ ધારણ ન કરે, તો તેના નારકીપણાના મારણાંતિક સમુદ્યાત થતા નથી.
મારણાંતિક સમદઘાત મય સમયે જ થાય છે. તેથી જો તે નારકી ભવાંતરમાં એક જ વાર નારકીપણે ઉત્પન્ન થાય, તો તેને મારણાંતિક સમુદ્યાત એક થાય, બે વાર નારકીપણે ઉત્પન્ન થાય, તો તેને મારણાંતિક સમુદ્યાત બે થાય, આ રીતે તે સંખ્યાત વાર નારકીપણે ઉત્પન્ન થાય, તો સંખ્યાતા મારણાંતિક સમુઘાત થાય છે. આ રીતે જઘન્ય એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત મારણાંતિક સમુઘાત થાય છે. આ રીતે એક નારકીને ૨૩ દંડકના જીવપણે ભવિષ્યકાલમાં જઘન્ય એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત મારણાંતિક સમુદ્યાત થશે. તે જ રીતે અન્ય ૨૩ દંડકના જીવોને ૨૪ દંડકના કોઈ પણ સ્થાનમાં ભવિષ્યકાલમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત મારણાંતિક સમુદ્યાત થશે. વૈકિય સમઘાત- ૨૪ દંડકના જીવોમાંથી નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવ, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ સત્તર દંડકના જીવોમાં જ વૈક્રિયલબ્ધિ હોય છે. ૨૪ દંડકના પ્રત્યેક જીવને ઉપરોક્ત સત્તર દંડકના જીવપણે ભૂતકાળમાં અનંત વૈક્રિય સમુદ્યાત થયા છે.
ભવિષ્યકાલીન વૈક્રિય સમુઠ્ઠાતનું કથન કષાય સમુદ્યાતની સમાન જાણવું અર્થાતુ નારકી અને દેવતાના કુલ ૧૪ દંડકમાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત વૈક્રિય સમુઘાત ભવિષ્યમાં થશે, જેમ કે એક નારકીને નારકીપણે ભવિષ્યકાલમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત વૈક્રિય સમુદ્યાત થશે અને પરસ્થાનમાં એટલે ભવનપતિ કે વ્યંતર દેવપણે જઘન્ય સંખ્યાત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કે અનંત વૈક્રિય સમુદ્રઘાત થશે તથા જ્યોતિષી અને વૈમાનિક દેવપણે જઘન્ય અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનંત વૈક્રિય સમુઘાત થશે. નારકી, દેવતા સિવાય વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ત્રણ દંડકપણે ભવિષ્યકાલમાં વૈક્રિય સમુઘાત જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે. તૈજસ સમુઘાત૨૪ દંડકના જીવોમાં દેવતાના તેર દંડક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ પંદર દંડકના જીવોમાં જ તેજોલબ્ધિ હોય છે તેથી પંદર દંડકના જીવોમાં તૈજસ સમુદ્યાત થાય છે. ભૂતકાળમાં ૨૪ દંડકના પ્રત્યેક જીવને પંદર દંડકપણે અનંત જન્મ મરણમાં અનંત તૈજસ સમુદ્યાત થયા છે અને ભવિષ્યકાલીન તૈજસ સમુદ્યાતનું કથન મારણાંતિક સમુદ્યાતની સમાન જાણવું અર્થાત ૨૪ દંડકના