________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
આ જ રીતે એક અસુરકુમાર દેવને નારકી સિવાય ૨૩ દંડકના જીવપણે ભવિષ્યકાલીન વૈદના સમુદ્દાત થશે અથવા થશે નહીં, જો થશે તો જઘન્ય એક, બે, કે ત્રણ અને ઉત્કૃષ્ટ અનંતા થશે.
-
નરકગતિના જીવો નિરંતર તીવ્રતમ વેદનાનો અનુભવ કરે છે, તેથી તેમાં ૨૩ દંડકના જીવ જન્મ ધારણ કરે તો તેને સંખ્યાતા વર્ષની સ્થિતિમાં સંખ્યાતા વેદના સમુદ્દાત થાય છે. તે સિવાય અન્ય કોઈ પણ સ્થાનમાં ત્રેવીસ દંડકના જીવો જન્મ ધારણ કરે, તો તેને ત્યાં વેદના સમુન્દ્વાન કદાચિત્ થાય કદાચિત્ ન થાય, જો થાય તો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વેદના સમુદ્દાત થઈ શકે છે.
આ રીતે નારકીને છોડીને શેષ ૨૩ દંડકના પ્રત્યેક જીવ ભવિષ્યકાલમાં નારકીપણે જઘન્ય સંખ્યાતા અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કે અનંત વેદના સમુદ્દાત કરે છે અને શેષ ૨૩ દંડકના જીવપણે જઘન્ય એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત વેદના સમુદ્દાત કરે છે.
કષાય સમુદ્દાત :– ભૂતકાલમાં ૨૪ દંડકના પ્રત્યેક જીવે ૨૪ દંડકના જીવપણે અનંતવાર જન્મ ધારણ કર્યા છે તેથી પ્રત્યેક જીવના સ્વસ્થાન અને પરસ્થાનમાં ભૂતકાલીન અનંતા કષાય સમુદ્દાત થયા છે.
ઃ
ભવિષ્યકાલીન સમુદ્દાત તે તે જીવોના ભવિષ્યના ભવભ્રમણના આધારે નિશ્ચિત થાય છે. જેમએક નારકીને નારકીપણે ભવિષ્યકાલીન કષાયસમુદ્દાત થશે અથવા થશે નહીં. જો થશે તો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાત અથવા અનંત થશે. જો તે નારકી ભવિષ્યમાં કષાય સમુદ્દાત કર્યા વિના જ નરકગતિમાંથી નીકળીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષે જાય, તો તે નારકીને નારકીપણે કષાય સમુદ્દાત થશે નહીં. જો તે નારકી પોતાના શેષ આયુષ્યમાં એક, બે કે ત્રણ વાર કષાય સમુદ્દાત કરીને નીકળે અને ત્યાંથી મનુષ્યજન્મ ધારણ કરીને મોક્ષે જાય, તો જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ કષાય સમુદ્દાત થશે. જો તે નારકી જીવોને ભવાંતરમાં અનેકવાર નરકગતિમાં જન્મ થશે, તો સંખ્યાત, અસંખ્યાત કે અનંત કપાય સમુદ્દાત થશે.
એક નારકીના અસુરકુમાર દેવપણે ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત સંખ્યાતા, અસંખ્યાતા અથવા અનંત થશે. તે જ રીતે દેશ ભવનપતિ અને વ્યંતર દેવપણે પણ સંખ્યાતા, અસંખ્યાતા અથવા અનંત કાય સમુદ્દાત થશે. દેવભવમાં લોભ કષાયની પ્રબળતા હોય છે તેથી દેવોને સંખ્યાતા વર્ષની સ્થિતિમાં સંખ્યાતા લોભ કષાય સમુદ્દાત થાય છે અને અસંખ્યાત વર્ષની સ્થિતિમાં અસંખ્યાત કષાય સમુદ્દાત થાય છે અને અનંતા ભવ કરે તો અનંત કપાય સમુદ્દાત થાય છે.
એક નારકીના ભવિષ્યકાલમાં જ્યોતિષી કે વૈમાનિક દેવપણે અસંખ્યાતા કે અનંત કયાય સમુદ્ધાત ચાશે, કારણ કે તેઓની જઘન્ય સ્થિતિ પણ પલ્યોપમની ગણનામાં છે અર્થાત્ અસંખ્યાત વર્ષોની છે. જો તે અનંતવાર ઉત્પન્ન થાય, તો અનંતા કષાય સમુદ્દાત થાય છે.
એક નારકી ભવિષ્યકાલમાં પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યપણે ઉત્પન્ન થાય, તો તેના ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત થાય કદાચિત્ ન પણ થાય, જો થાય તો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા કપાય સમુદ્દાત થાય છે.
આ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવને ભવિષ્યકાલીન કષાય સમુદ્દાત સ્વસ્થાનમાં જો થાય તો જઘન્ય