________________
| છત્રીસ પદઃ સમુદ્યાત
[ ૩૪૭ ]
જોઈએ અર્થાત્ કોઈને થશે તો એક જ થશે. આ રીતે આ ચોવીસ દંડકમાં ચોવીસ આલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકના જીવોમાં એકવચનની અપેક્ષાએ સ્વસ્થાન અને પરસ્થાનમાં અતીત-અનાગત સાતે ય સમુદ્યાતોની પ્રરૂપણા છે. નારકી-નારકીપણે જે સમુદ્ઘાત કરે, તેને સ્વસ્થાન અને નારકી સિવાયના ત્રેવીસ દંડકના જીવપણે જે સમુદ્યાત કરે, તેને પરસ્થાન કહેવાય છે. આ રીતે ૨૪ દંડકમાં સ્વસ્થાન-પરસ્થાનનું કથન સમજવું. વેદના સમદઘાત - ભૂતકાળમાં ર૪ દંડકના પ્રત્યેક જીવે ૨૪ દંડકમાં અનંત વાર જન્મ ધારણ કર્યા છે. તેથી ૨૪ દંડકના પ્રત્યેક જીવના ૨૪ દંડકના જીવપણે અનંત વેદના સમુદ્યાત ભૂતકાળમાં થયા છે. જે રીતે એક નારકીના ભૂતકાળમાં નારકીપણે, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિકદેવપણે, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યપણે અનંત વેદના સમુદ્રઘાત થયા છે; તે જ રીતે ચોવીસ દંડકના પ્રત્યેક જીવને ચોવીસ દંડકના પ્રત્યેક જીવપણે અનંત વેદના સમુદ્યાત થયા છે. ભવિષ્યકાલમાં જીવના ભવભ્રમણ પ્રમાણે ભવિષ્યકાલીન સમુદ્યાત થાય છે, જેમ કે- એક નૈરયિકને ભવિષ્યકાલમાં નારકીપણે વેદના સમુઠ્ઠાત થાય અથવા ન પણ થાય. જે નારકી વેદના સમુઘાત કર્યા વિના જ નરકગતિમાંથી નીકળીને મનુષ્યગતિમાં જન્મ ધારણ કરીને મોક્ષે જાય, તેને વેદના સમુદ્યાત થતા નથી. કોઈ નારકી એક, બે, ત્રણ વાર વેદના સમુદ્દઘાત કરીને નરકગતિમાંથી નીકળીને મનુષ્ય ભવમાં આવીને સિદ્ધ થાય, તેની અપેક્ષાએ ભવિષ્યકાલીન જઘન્ય એક, બે કે ત્રણ વેદના સમુદ્રઘાત થાય છે.
જે નારકી નરકમાંથી નીકળીને પુનઃ ભવભ્રમણ કરતાં એક વાર નરકમાં જન્મ ધારણ કરે, તો સંખ્યાતા વેદના સમુદ્દઘાત થાય છે, કારણ કે નરકગતિમાં નારકી સતત તીવ્ર વેદનાનો અનુભવ કરે છે, તેથી સંખ્યાતાવર્ષની સ્થિતિવાળા નારકીને સંખ્યાતા અને અસંખ્યાતાવર્ષોની સ્થિતિવાળાને અસંખ્યાતા વેદના સમુઘાત થાય છે. જો તે અનંતવાર નરકમાં જન્મ ધારણ કરે, તો તેને અનંત વેદના સમુદ્યાત થાય છે. આ જ રીતે એક નારકીને શેષ ત્રેવીસ દંડકપણે ભવિષ્યકાલીન જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા વેદના સમુઘાત થાય છે.
એક અસુરકુમાર દેવને ભવિષ્યમાં નારકીપણે વેદના સમુદ્રઘાત થશે અથવા થશે નહીં. જો તે દેવ ભવિષ્યમાં નારકીપણે જન્મ ધારણ ન કરે, તો તે દેવને નારકીપણે વેદના સમુઘાત થશે નહીં. જો તે દેવ ભવિષ્યમાં એક વાર નરકમાં જન્મ ધારણ કરે, તો તેને ખ્યાતા વર્ષની સ્થિતિમાં સંખ્યાતા અને અસંખ્યાતા વર્ષની સ્થિતિમાં અસંખ્યાતા વેદના સમુદ્યાત થશે. જો તે જીવ અનંતવાર નરકમાં ઉત્પન્ન થાય, તો અનંતા વેદના સમુદ્યાત થશે.
એક અસુરકુમાર દેવને ભવાંતરમાં પુનઃ અસુરકુમાર દેવપણે ભવષ્યિકાલીન વેદના સમુઘાત થાય છે અથવા થતા નથી. જો તે દેવ ભવિષ્યમાં પુનઃ અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા વિના જ મોક્ષે જાય, તો તેના અસુરકુમારદેવપણે વેદના સમુદ્યાત થતા નથી અને જો તે દેવ ભવાંતરમાં પુનઃ અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થાય તો તે જેટલી વાર ઉત્પન્ન થાય તે પ્રમાણે જઘન્ય એક, બે, ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત વેદના સમુઘાત થાય છે.