________________
૩૪૬
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
આહા૨ક સમુદ્દાત કોઈને થયા છે, કોઈને થયા નથી, જેને થયા છે તેને જઘન્ય એક અથવા બે અને ઉત્કૃષ્ટ ત્રણ થયા છે.
પ્રશ્ન– હે ભગવન્ ! એક નૈરયિકને મનુષ્યપણે ભવિષ્યકાલીન કેટલા આહારક સમુદ્દાત થશે ? ઉત્તર– હે ગૌતમ ! કોઈને ભવિષ્યકાલમાં થશે, કોઈને થશે નહીં. જેને થશે તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર થશે. આ જ રીતે સમસ્ત જીવોને મનુષ્યપણામાં થતા ભૂતકાલીન અને ભવિષ્યકાલીન આહારક સમુદ્દાત જાણવા જોઈએ.
३३ मणूसस्स मणूसत्ते अतीता कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्स अस्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं चत्तारि । एवं पुरेक्खडा वि। एवमेते वि चउवीसं चउवीसा दंडगा जाव वेमाणियस्स वेमाणियत्ते ।
ભાવાર્થ:મનુષ્યને મનુષ્યપણામાં અતીત આહારક સમુદ્દાત કોઈને થયા છે અને કોઈને થયા નથી, જેને થયા છે તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર થયા છે. આ જ રીતે ભવિષ્યકાલીન આહારક સમુદ્દાત જાણવા જોઈએ. આ રીતે આહારક સમુદ્દાતના પણ ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક થાય છે યાવત્ વૈમાનિકને વૈમાનિકપણા સુધીનું કથન કરવું જોઈએ.
| ३४ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया केवलिसमुग्धाया अतीता ? ગોયમા ! ખસ્થિ । જેવા પુરેવવડા ? ગોયમા ! સ્થિ।
एवं जाव वेमाणियत् । णवरं मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि एक्को । एवं जाव वेमाणियस्स वेमाणियत्ते । નવર- मणूसस्स मणूसत्ते इमं णाणत्तं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક-એક નૈયિકને નારકપણામાં ભૂતકાલીન કેવળી સમુદ્દાત કેટલા થયા છે ? ઉત્તર– હે ગૌતમ ! થયા નથી. પ્રશ્ન– હે ભગવન્ ! તેના ભવિષ્યકાલીન કેટલા કેવળી • સમુદ્દાત થશે ? ઉત્તર– હે ગૌતમ ! તે પણ થશે નહીં.
આ જ રીતે યાવત્ વૈમાનિક દેવપણા સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવોને મનુષ્યપણામાં અતીત કેવળી સમુદ્દાત થયા નથી. ભવિષ્યકાલીન કેવળી સમુદ્દાત કોઈને થશે અને કોઈને થશે નહીં, જેને થશે તેને એક જ થશે. આ રીતે નૈયિકની જેમ ચોવીસે ય દંડકના જીવોનું કથન કરવું યાવત્ એક-એક વૈમાનિક દેવને વૈમાનિક દેવપણે કેવળી સમુદ્દાતનું કથન કરવું પરંતુ મનુષ્યને મનુષ્યપણે કેવળી સમુદ્દાતના કથનમાં વિશેષતા છે.
३५ मणूस मणूसत्ते अतीया कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अस्थि इक्को । एवं पुरेक्खडा वि । एवमेए चडवीसं चडवीसा दंडगा ।
ભાવાર્થ :- મનુષ્યને મનુષ્યપણામાં અતીત કેવળી સમુદ્દાત કોઈને થયા છે કોઈને થયા નથી, જેને થયા છે તેને એક જ થયો છે. આ જ પ્રમાણે ભવિષ્યકાલીન કેવળી સમુાતના વિષયમાં પણ કહેવું