________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
પ્રત્યેક જીવને ઉપરોક્ત પંદર ઠંડકના જીવપણે ભવિષ્યકાલમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંત તૈજસ સમુાન થશે.
૩૫૦
આહારક સમુદ્ઘાત– આહારકલબ્ધિ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં જ હોય છે અને તે પણ આહારક શરીર બનાવે ત્યારે આહારકલબ્ધિ પ્રયોગના પ્રારંભકાળમાં જ આહારક સમાત થાય છે, તેથી ૨૪ દંડકના જીવોમાંથી એક મનુષ્યમાં જ ભૂત-ભવિષ્યકાલની અપેક્ષાએ આહારક સમુદ્દાતનું કથન થાય છે.
જેમ કે– એક નારકીને મનુષ્ય સિવાય ૨૩ દંડકના જીવપણે ભૂતકાલમાં આહારક સમુદ્દાત થયા નથી. એક નારકીને એક મનુષ્યપણે આહારક સમુદ્દાત ભૂતકાલમાં થયા હોય અથવા થયા નથી કારણ કે ઘણા મનુષ્યો આહારક લબ્ધિનો પ્રયોગ કર્યા વિના જ મોક્ષે જાય છે, તેથી ઘણા જીવોએ ભૂતકાલમાં આહારક સમુદ્દાત કર્યા નથી. જે નારકીને ભૂતકાલમાં મનુષ્યપણામાં આહારક સમુદ્દાત થયા હોય, તેને જઘન્ય એક કે બે, ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુદ્દાત થયા છે.
જે જીવને ચાર વાર આહારક સમુદ્દાત થયા હોય, તે જીવ મરીને નરકગતિમાં જતા નથી, તેથી એક નારકીને મનુષ્યપણામાં ભૂતકાલીન ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુદ્દાત જ થાય છે. તે જ રીતે ત્રેવીસ દંડકના જીવને મનુષ્યપણે ભૂતકાલીન જઘન્ય એક, બે, અને ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુદ્દાત થાય છે. ભવિષ્યકાલીન આહા૨ક સમુદ્દાત- ૨૪ દંડકના પ્રત્યેક જીવને મનુષ્યપણે ભવિષ્યકાલમાં આહારક સમુદ્દાત થશે અથવા ન થશે નહીં. જો તે જીવ આહારક લબ્ધિ પ્રયોગ કર્યા વિના જ મોક્ષે જાય, તો તેને આહારક સમુદ્દાત થશે નહીં અને જો આહારક લબ્ધિ પ્રયોગ સમયે આહારક સમુદ્દાત થશે, તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર આહારક સમુદ્દાત થશે. ચોથી વાર આહારક સમુદ્દાત કરનાર મનુષ્ય તદ્ભવ મોક્ષગામી હોય છે. પ્રસ્તુત સૂત્રપાઠથી સ્પષ્ટ થાય છે કે એક જીવ એક કે અનેક ભવમાં આહારક લબ્ધિનો પ્રયોગ ચાર વાર કરી શકે છે.
કેવળી સમુદ્દાત– કેવળી સમુદ્દાત કેવળી ભગવાન જ કરે છે તેમજ કેવળી સમુદ્દાત થયા પછી અંતર્મુહૂર્તમાં જ જીવનો મોક્ષ થાય છે. તે જીવનું અન્ય ગતિમાં ભવભ્રમણ થતું નથી, તેથી ૨૩ દંડકના કોઈ પણ જીવને ૨૪ દંડકના જીવપણે ભૂતકાલીન કેવળી સમુદ્દાત થયા નથી અને ર૩ દંડકના કોઈ પણ જીવના ૨૩ દંડકના જીવપણે ભવિષ્યકાલીન કેવળી સમુદ્દાત થશે પણ નહીં. ૨૩ દંડકના જીવને મનુષ્યપણામાં ભવિષ્યકાલીન કેવળી સમુદ્દાત થાય કે ન પણ થાય, કારણ કે કેટલાક જીવો કેવળી સમુદ્દાત કર્યા વિના જ મોક્ષે જાય છે તે જીવોને ભવિષ્યકાલીન સમુદ્દાત થતા નથી અને જેને થાય છે, તેને એક જ વાર કેવળી સમાત થાય છે.
એક મનુષ્યને ૨૩ દંડકના જીવપણે ભૂતકાલીન કેવળી સમુદ્દાત થયા નથી અને ૨૩ દંડકના જીવપણે ભવિષ્યકાલીન કેવળી સમુદ્દાત થશે પણ નહીં.
એક મનુષ્યને મનુષ્યપણામાં ભૂતકાલીન કેવળી સમુદ્દાત થયા હોય કે ન પણ થયા હોય. જો થયા હોય તો એક જ વાર થયા હોય છે. આ કથન કેવળી સમુદ્દાત પછી શેષ અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવનાર કેવળી ભગવાનની અપેક્ષાએ છે.
એક મનુષ્યને મનુષ્યપણામાં ભવિષ્યકાલીન કેવળી સમુદ્દાત થાય કે ન પણ થાય; જેને થાય તેને એક જ થાય છે.