________________
[ ૩૪૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ :- એક અસુરકુમારને અસુરકુમારદેવપણે અતીત કષાય સમુઘાત અનંત થયા છે અને ભવિષ્યકાલીન કષાય સમુઘાત એકથી લઈને સંખ્યાત, અસંખ્યાત કે અનંત કહેવા જોઈએ.
આ જ રીતે અસુકુમારને નાગકુમારપણાથી લઈને વૈમાનિક દેવપણે થતા કષાય સમુઘાતનું કથન નૈરયિકની સમાન જાણવું. આ જ રીતે સ્વનિતકુમાર સુધીના દેવોને પણ યાવત વૈમાનિકદેવપણે થતાં કષાય સમુઘાતનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સર્વ દંડકના જીવોમાં સ્વસ્થાનમાં ભવિષ્યકાલીન કષાય સમુઘાત એકથી લઈને ઉત્તરોત્તર અનંત સુધી છે અને પરસ્થાનમાં અસુરકુમારના ભવિષ્યકાલીન કષાય સમુદ્યાતની સમાન જાણવું.
२६ पुढविक्काइयस्स रइयत्ते जाव थणियकुमारत्ते अतीता अणंता । पुरेक्खडा कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अत्थि सिय संखेज्जा सिय असंखेज्जा सिय અખેતી | ભાવાર્થ :- એક પૃથ્વીકાયિક જીવને નારકીપણે યાવતુ સ્વનિતકુમારદેવપણે ભૂતકાળમાં અનંત કષાય સમુદ્યાત થયા છે, ભવિષ્યકાલમાં કોઈને થાય છે, કોઈને થતા નથી, જેને થાય છે તેને કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત થાય છે. २७ पुढविक्काइयस्स पुढविक्काइयत्ते जाव मणूसत्ते अतीता अणंता । पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि एगुत्तरिया । वाणमंतरत्ते जहा रइयत्ते ।
जोइसियवेमाणियत्ते अतीता अणंता, पुरेक्खडा कस्सइ अस्थि कस्सइ पत्थि, जस्स अत्थि सिय असंखेज्जा सिय अणंता । एवं जाव मणूसे वि णेयव्वं । ભાવાર્થ :- પૃથ્વીકાયિકને પૃથ્વીકાયિકપણે યાવતું મનુષ્યપણે ભૂતકાળમાં કષાય સમુદ્યાત અનંત થયા છે. તેના ભવિષ્યકાલીન કષાય સમુદ્યાત કોઈને થશે, કોઈને થશે નહીં. જેને થશે તેને એકથી લઈને અનંત થશે. એક પૃથ્વીકાયને વાણવ્યંતર દેવપણે થતા કષાય સમુદ્યાતનું કથન નૈરયિકપણાની સમાન જાણવું. જ્યોતિષ્ક અને વૈમાનિક દેવપણે ભૂતકાળમાં અનંત થયા છે. ભવિષ્યકાલમાં કોઈને થશે, કોઈને થશે નહીં, જેને થશે તેને કદાચિત્ અસંખ્યાત, કદાચિત્ અનંત થશે.
આ રીતે એક પૃથ્વીકાયિક જીવના ૨૪ દંડકના જીવ પણે થતાં કષાય સમુઘાતનું જે કથન કર્યું તે જ રીતે પાંચે સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ૨૪ દંડકના જીવપણે થતા કષાય સમુદ્યાતનું કથન જાણવું જોઈએ. २८ वाणमंतर-जोइसिय-वेमाणिया जहा असुरकुमारे । णवरं सट्ठाणे एगुत्तरियाए भाणियव्वा जाव वेमाणियस्स वेमाणियत्ते ।
एवं एए चउवीसं चउवीसा दंडगा। ભાવાર્થ :- વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને ૨૪ દંડકના જીવપણે થતા કષાય સમુદ્દઘાતની વક્તવ્યતા અસુરકુમારોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં સર્વત્ર એકથી લઈને ઉત્તરોત્તર અનંત સુધી જાણવા.