________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
થયા છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન− હે ભગવન્ ! એક-એક અસુરકુમાર દેવને નારકીપણે ભવિષ્યકાલમાં કેટલા વેદના સમુદ્દાત થશે ? ઉત્તર- હે ગૌતમ ! કોઈક અસુરકુમાર દેવને ભવિષ્યકાલીન વેદના સમુદ્દાત થશે અને કોઈને થશે નહીં. જેને થશે, તેને કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત થશે.
૩૪૨
| १९ एगमेगस्स णं भंते ! असुरकुमारस्स असुरकुमारत्ते केवइया वेयणासमुग्धाया અતીતા ? નોયમા ! મળતા । વડ્યા પુરેવવડા ?
गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं नागकुमारत्ते वि जाव वेमाणियत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એક-એક અસુરકુમાર દેવને અસુરકુમારદેવપણે ભૂતકાલમાં કેટલા વેદના સમુદ્દાત થયા છે ? ઉત્તર– હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્ ! એક-એક અસુરકુમાર દેવને ભવિષ્યકાલમાં અસુરકુમારદેવપણે કેટલા વેદના સમુદ્દાત થશે ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈક અસુરકુમાર દેવને અસુરકુમારદેવપણે વેદના સમુદ્દાત થશે, કોઈને થશે નહીં, જેને થશે તેને જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે. આ જ રીતે અસુરકુમાર દેવના નાગકુમારદેવપણે યાવત્ વૈમાનિકદેવપણે ભૂત-ભવિષ્યકાલીન વેદના સમુદ્દાત જાણવા જોઈએ.
| २० एवं जहा वेयणासमुग्धाएणं असुरकुमारे णेरइयाइ - वेमाणिय- पज्जवसाणेसु भणिए तहा णागकुमाराईया अवसेसेसु सट्ठाण-परट्ठाणेसु भाणियव्वा जाव वेमाणियस्स वेमाणियत् । एवमेए चउव्वीसं चउव्वीसा दंडगा भवंति ।
ભાવાર્થ :- જે રીતે અસુરકુમારના નારકીપણે યાવત્ વૈમાનિકદેવપણે ભૂત-ભવિષ્યકાલીન વેદના સમુદ્દાતનું કથન કર્યું, તે જ રીતે નાગકુમાર આદિથી લઈને શેષ સર્વ દંડકના જીવોમાં સ્વસ્થાન અને પરસ્થાનમાં વેદનાસમુાતનું કથન કરવું જોઈએ યાવત્ વૈમાનિકદેવના વૈમાનિકદેવપણે વેદનીય સમુદ્દાત કહેવા જોઈએ.
આ રીતે ચોવીસ દંડકોમાંથી પ્રત્યેકના ચોવીસ-ચોવીસ આલાપક કહેવા જોઈએ.
२१ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया कसायसमुग्धाया अतीता ? નોયમા ! અજંતા । વડ્યા પુરેવવા ? શોથના ! વાદ્ અસ્થિ વાર્ નત્યિ, जस्स अत्थि एगुत्तरियाए जाव अनंता ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એક-એક નૈયિકને નારકીપણે ભૂતકાલમાં કેટલા કષાય સમુદ્દાત થયા છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન-હે ભગવન્! એક નૈરયિકને નારકીપણે ભવિષ્યકાલમાં કેટલા કષાય સમુદ્દાત થશે ? ઉત્તર– હે ગૌતમ ! ભવિષ્યકાલમાં કોઈને થશે, કોઈને થશે નહીં. જેને થશે તેને એકથી લઈ યાવત્ અનંત થશે.