________________
૩૪૦
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ–૩
થશે ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત થશે.
વિવેચન :
--
૨૪ દંડકના જીવોમાં વેદના આદિ પાંચ સમુદ્દાત :– ભૂત-ભવિષ્યકાલીન વેદના આદિ પાંચે ય સમુદ્દાતો ચોવીસે દંડકોમાં અનંતા છે, કારણ કે અનંતકાળથી અવ્યવહાર રાશિથી નીકળેલા ઘણા જીવો ૨૪ દંડકમાં જન્મ-મરણ કરી રહ્યા છે અને ઘણા જીવો ભવિષ્યમાં અનંતકાળ સુધી સંસારમાં રહેવાના છે, તેથી પ્રત્યેક દંડકમાં અનેક જીવોની અપેક્ષાએ વેદનાદિ પાંચે સમુદ્દાત ભૂતકાલમાં અનંતા થયા છે અને ભવિષ્યકાલમાં અનંતા થશે.
આહારક સમુદ્દાત ઃ- વનસ્પતિ અને મનુષ્યોને છોડી શેષ બાવીસ દંડકના જીવોમાં અસંખ્યાતા આહારક સમુદ્દાત ભૂતકાલ અને ભવિષ્યકાલમાં હોય છે. નારઠી આદિ પ્રત્યેક દંડકના જીવો અસંખ્યાતા છે. તેમાંથી અસંખ્યાતા નારકી આદિ પ્રત્યેક દંડકના જીવોએ ભૂતકાળમાં આહારક સમુદ્દાત કરી લીધો હોય અને ભવિષ્યમાં પણ નારકી આદિ બાવીસ દંડકના અસંખ્યાતા જીવો આહારક સમુદ્દાત કરશે, કારણ કે ભૂત અને ભવિષ્ય બંને કાલ અનંતા છે. અનંતકાળમાં જે જે દંડકોમાં જેટલા-જેટલા જીવો છે, તેટલા-તેટલા જીવો બંને કાળમાં આહારક સમુદ્દાત કરનારા પ્રાપ્ત થાય છે તેથી વનસ્પતિકાયિક અને મનુષ્ય, તે બે દંડકના જીવોને છોડીને શેષ બાવીસ દંડકના જીવોમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન આહારક સમુદ્દાત પણ અસંખ્યાતા થાય છે.
વનસ્પતિકાયિકોના આહારક સમુદ્દાત ઃ- વનસ્પતિકાયિક જીવો અનંતાનંત છે, તેથી તેમાં પૃચ્છ સમયે બંને કાળમાં અનંત જીવો આહારક સમુદ્દાતવાળા હોય છે, અનંતા વનસ્પતિકાયિક જીવો એવા છે કે જેઓએ ભૂતકાળમાં ચૌદપૂર્વેનું જ્ઞાન અને આહારક લબ્ધિ ઉપલબ્ધ કરી હતી અને આહારક સમુદ્ધાત પણ કર્યા હતા પરંતુ પ્રમાદવશ પડિવાઈ થઈ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયા છે અને અનંના જીવો ભવિષ્યમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, આહારક સમુદ્દાત કરશે.
મનુષ્યના આહારક સમુદ્દાત :– મનુષ્યોમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન આહારક સમુદ્દાત કદાચિત્ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા હોય છે, કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા અને સંમૂર્ચ્છમ મનુષ્યો અસંખ્યાતા છે. તે બંને પ્રકારના મનુષ્યો ભેગા થાય, તોપણ કદાચિત પૃચ્છા સમર્થ આહારક સમુદ્દાત કર્યા હોય, તેવા મનુષ્યો સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય છે. તે જ રીતે મનુષ્યોના ભવિષ્યકાલીન આહારક સમુદ્દાત પણ ક્યારેક સંખ્યાત અને ક્યારેક અસંખ્યાતા હોય છે.
જ
કેવળી સમુદ્દાત :– મનુષ્યો સિવાયના શેષ ૨૩ દંડકના જીવોના ભૂતકાલીન કેવળી સમુદ્દાત હોતા નથી, કારણ કે કેવળી સમુઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ તે જીવ અવશ્ય મોક્ષે જાય છે, ત્રેવીસ દંડકના જીવો સીધા મોક્ષે જઈ શકતા નથી.
મનુષ્યના ભૂતકાલીન કેવળી સમુદ્દાત :– કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી. પૃચ્છા સમયે કેવળી સમુદ્ધાતથી નિવૃત્ત થયેલા વળી ભગવાન મોક્ષે ગયા ન હોય તો ભૂતકાલીન કેવળી સમુદ્ધાત હોય છે અને જો તેવા જીવો ન હોય, તો ભૂતકાલીન કેવળી સમુદ્દાત હોતા નથી. જઘન્ય બે ક્રોડ અને ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી હોય છે પરંતુ તેમાં સમુદ્દાત કરનારા, તો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. તીર્થંકરો અને ઘણા કેવળી ભગવંતો સમૃદ્ઘાત કર્યા વિના જ મોક્ષે જાય છે તેથી કેવળી સમુદ્ધાત કરનારા જીવોની સંખ્યા અત્યંત સીમિત છે.