________________
| છત્રીસમું પદઃ સમુઘાત
[ ૩૩૯ ]
ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! તેઓના ભવિષ્યકાલીન કેટલા આહારક સમુદ્યાત થશે? ઉત્તર- હે ગૌતમ ! તે પણ અસંખ્યાતા થશે.
આ રીતે નૈરયિકોની સમાન વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવોનું કથન જાણવું જોઈએ, પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોના ભવિષ્યકાલીન આહારક સમુઘાતના વિષયમાં ભિન્નતા છે. १३ वणस्सइकाइयाणं भंते ! केवइया आहारगसमुग्घाया अतीता ?
गोयमा ! अणंता । मणूसाणं भंते ! केवइया आहारगसमुग्घाया अतीता? गोयमा ! सिय संखेज्जा सिय असंखेज्जा । एवं पुरेक्खडा वि । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! અનેક વનસ્પતિકાયિકોના ભૂતકાલીન કેટલા આહારક સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્! અનેક મનુષ્યોના ભૂતકાલીન કેટલા આહારક સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત થયા છે. આ જ રીતે તેઓના ભવિષ્યકાલીન આહારક સમુઘાત પણ જાણવા જોઈએ. १४ रइयाणं भंते ! केवइया केवलिसमुग्घाया अतीता ? ___ गोयमा ! णत्थि । केवइया पुरेक्खडा? गोयमा ! असंखेज्जा । एवं जाव वेमाणियाणं, णवरं- वणस्सइकाइय-मणूसेसु इमं णाणत्तं । ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! અનેક નૈરયિકોના ભૂતકાળમાં કેટલા કેવળી સમુદ્યાત થયા છે?
ઉત્તર- હે ગૌતમ! એક પણ નહીં. પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકોના ભવિષ્યમાં કેટલા કેવળી સમુદ્યાત થશે? ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાતા થશે. આ જ રીતે વૈમાનિકો સુધીના દંડકમાં જાણવું જોઈએ, પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોમાં ભિન્નતા છે. |१५ वणस्सइकाइयाणं भंते ! केवइया केवलिसमुग्घाया अतीता? गोयमा ! णत्थि। केवइया पुरेक्खडा ? गोयमा ! अणंता । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અનેક વનસ્પતિકાયિકોના ભૂતકાળમાં કેટલા કેવળી સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ! થયા નથી. પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્યકાલમાં કેટલા કેવળી સમુદ્રઘાત થશે? ઉત્તર- હે ગૌતમ ! અનંતા થશે. १६ मणूसाणं भंते ! केवइया केवलिसमुग्घाया अतीता ?
गोयमा ! सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहण्णेणं वा एक्को दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहत्तं । केवइया पुरेक्खडा? गोयमा ! सिय संखेज्जा सिय असंखेज्जा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અનેક મનુષ્યોમાં ભૂતકાળમાં કેટલા કેવળી સમુદ્યાત થયા છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત હોય છે, કદાચિત હોતા નથી. જો થયા હોય તો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો થયા હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેઓના ભવિષ્યકાલીન કેટલા કેવળી સમુઘાત