________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
६ पुढविक्काइयाणं भंते ! कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तिण्णि समुग्धाया જળત્તા, તં નહીં- વેયળાસમુગ્ધાળુ, સાયસમુ પાપ, મારખંતિયસમુખ્યાર્ ।
एवं जाव चउरिंदियाणं । णवरं वाउक्काइयाणं चत्तारि समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेडव्वियसमुग्घाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા સમુદ્દાત હોય છે ?
૩ર૪
ઉત્તર– હે ગૌતમ ! ત્રણ સમુદ્દાત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્દાત (ર) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે વાયુકાયિક જીવોને ચાર સમુદ્દાત હોય છે, જેમ કે– (૧) વેદના સમુદ્દાત (ર) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત અને (૪) વૈક્રિય સમુદ્દાત.
७ पंचेंदियतिरिक्खजोणियाणं जाव वेमाणियाणं भंते ! कइ समुग्धाया पण्णत्ता ?
गोयमा ! पंच समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घाए, वेडव्वियसमुग्धाए, तेयासमुग्धाए । णवरं - मणूसाणं सत्तविहे समुग्घाए पण्णत्ते, तं जहा - वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घा, वेडव्वियसमुग्घाए तेयासमुग्धाए, आहारगसमुग्धाए, केवलिसमुग्धाए ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચોથી લઈને વૈમાનિકો સુધી અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોને કેટલા સમુદ્દાત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેઓને પાંચ સમુાત હોય છે, જેમ કે– (૧) વેદના સમુદ્દાત (ર) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત અને (૫) તૈજસ સમુદ્દાત. તેમાં વિશેષતા એ છે કે મનુષ્યમાં સાત સમુદ્દાત હોય છે, જેમ કે– (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદ્દાત (૬) આહારક સમુદ્દાત અને (૭) કેવળી સમુદ્દાત. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં પ્રાપ્ત થતાં સમુદ્દાતનું નિરૂપણ છે.
સામાન્ય રીતે પ્રથમ ત્રણ સમુદ્દાત સમસ્ત સંસારી જીવોમાં હોય છે. ત્યાર પછી જેને વૈક્રિય, તૈજસ કે આહારક લબ્ધિ હોય, તેને ક્રમશઃ વૈક્રિયાદિ સમુદ્દાત હોય છે અને કેવળી સમુદ્દાત તો કેવળી ભગવાનને અર્થાત્ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને જ હોય છે.
નારકીઓમાં પ્રથમ ચાર સમુદ્દાત હોય છે. નૈરિયકોને વૈક્રિય લબ્ધિ હોવાથી વૈક્રિય સમુદ્દાત હોય છે. તેજોલબ્ધિ કે આહારક લબ્ધિ નૈરયિકોને હોતી નથી, તેથી તૈજસ સમુદ્દાત આદિ અંતિમ ત્રણ સમુદ્દાત તેઓને નથી.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈક્રિયલબ્ધિ અને તેજોલબ્ધિ હોય છે, તેથી તે જીવોને પ્રથમ પાંચ સમુદ્દાત હોય છે. તે જીવોને આહારક કે કેવળજ્ઞાન લબ્ધિ હોતી નથી, તેથી અંતિમ બે સમુદ્દાત નથી.