________________
છત્રીસમું પદ : સમુદ્દાત
પ્રથમ સમયમાં કેવલી ભગવાન આત્મપ્રદેશોના દંડની રચના કરે છે. તે દંડ પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્ધ્વલોકાંતથી અધોલોકાંત પર્યંતનો વિસ્તૃત હોય છે. બીજે સમયે તે દંડને પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ)માં ફેલાવે છે. જેથી તે દંડ લોકપર્યંત ફેલાયેલા બે કપાટનો આકાર ધારણ કરે છે. ત્રીજા સમયે કપાટને લોકાંતપર્યંત ફેલાવીને તે જગ્યાને પૂરિત કરે છે. ત્યારે તે જ કપાટ, પૂરિત મંથનનો આકાર ધારણ કરે છે. આમ કરવાથી લોકનો અધિકાંશ ભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ માત્ર લોકાંતના ખૂણાના પ્રદેશ ખાલી રહે છે. ચોથા સમયે તેને પણ પૂર્ણ કરી સમસ્ત લોકાકાશને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરે છે, કારણ કે લોકાકાશના અને જીવના પ્રદેશ તુલ્ય છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરે છે અને શરીરસ્થ થાય છે.
૩૩૩
સમુદ્ઘાતનું કાલમાન -
३ वेयणासमुग्घाए णं भंते ! कइसमइए पण्णत्ते ? गोयमा ! असंखेज्जसमइए अंतोमुहुत्तिए पण्णत्ते । एवं जाव आहारगसमुग्धाए । केवलिसमुग्धाए णं भंते ! कइसमइए पण्णत्ते ? गोयमा ! अट्ठसमइए पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વેદના સમુદ્દાતનો સમય કેટલો હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તનો હોય છે. આ જ રીતે આહા૨ક સમુદ્દાત સુધી જાણવું જોઈએ. પ્રશ્નહે ભગવન્ ! કેવળી સમુદ્દાતનો સમય કેટલો હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આઠ સમયનો હોય છે. વિવેચનઃ
આ સૂત્રમાં સાતે ય સમુદ્દાતની કાળમર્યાદાનું નિરૂપણ કર્યું છે. પ્રથમના છ સમુદ્દાતનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે અને કેવળી સમુદ્દાત આઠ સમય પ્રમાણ છે.
ચોવીસ દંડકોમાં સમુદ્ઘાત ઃ
४ णेरइयाणं भंते! कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! चत्तारि समुग्धाया पण्णत्ता, तं जहा - वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेडव्विय समुग्धाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયકોને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્ત૨– હે ગૌતમ ! ચાર સમુદ્દાત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્દાત (ર) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત અને (૪) વૈક્રિય સમુદ્દાત.
५ असुरकुमाराणं भंते ! कइ समुग्धाया पण्णत्ता ?
गोयमा ! पंच समुग्धाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्घाए, वेडव्वियसमुग्घाए, तेयासमुग्घाए । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવોને કેટલા સમુદ્દાત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પાંચ સમુદ્દાત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત અને (૫) તૈજસ સમુદ્દાત. આ જ રીતે સ્તનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ.