________________
[ ૩૩ર ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
વેદના સમુદ્યાત છે. તે અંતર્મુહૂર્તમાં અશાતાવેદનીય કર્મના પુદ્ગલો વેદન થઈને ક્ષય પામે છે. (૨) કષાય સમુઘાત – ક્રોધાદિ કષાયના કારણે થતા સમુઘાતને કષાય સમુઘાત કહે છે. તે મોહનીય કર્મને આશ્રિત છે. તીવ્ર કષાયના ઉદયમાં જીવ જ્યારે ક્રોધાદિયુક્ત બને છે ત્યારે આત્મપ્રદેશોને બહાર ફેલાવીને, મુખ, ઉદર આદિ શરીરગત પોલાણ તથા કાન અને ખંભાની વચ્ચેના ભાગમાં વ્યાપ્ત કરે છે. વ્યાખ થઈને આત્મપ્રદેશો શરીરપ્રમાણ લાંબા-પહોળાં ક્ષેત્રમાં અંતર્મુહૂર્ત પર્યત સ્થિત રહે છે, આ ક્રિયા કષાય સમુદ્યાત છે. તે સમયમાં કષાય મોહનીય કર્મના પુદ્ગલો વેદન થઈને ક્ષય પામે છે. (૩) મારણાંતિક સમુઘાત :- મૃત્યુ સમયે, આયુષ્યકર્મને આશ્રિત જે સમુદ્રઘાત થાય તેને મારણાન્તિક સમુદ્દાત કહે છે. આયુષ્યકર્મ ભોગવતાં ભોગવતાં જ્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ શેષ રહે ત્યારે જીવ પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને શરીરમાં મુખ, ઉદર વગેરે પોલાણ તથા શરીરની બહાર કાન અને ખંભાની વચ્ચેના આકાશપ્રદેશો પર તે આત્મપ્રદેશને ફેલાવી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાત્મો ભાગ અને ઉત્કૃષ્ટ એક જ દિશામાં ઉત્પત્તિ સ્થાન સુધી અસંખ્યાત યોજનમાં વ્યાપ્ત થઈને, અંતર્મુહૂર્ત સુધી તે જ અવસ્થામાં સ્થિત રહે છે, આ ક્રિયાને મારણાન્તિક સમુદ્યાત કહે છે. તે સમયે આયુષ્ય કર્મના પુદ્ગલો વેદન થઈને ક્ષય પામે છે. (૪) વૈકિય સમુદ્દઘાત - વૈક્રિય શરીર બનાવવાના પ્રારંભ સમયે વૈક્રિયશરીરનામ કર્મને આશ્રિત જે સમુઘાત થાય તેને વૈક્રિય સમુદ્દાત કહે છે. વૈક્રિય લબ્ધિ સંપન્ન જીવ પોતાના જીર્ણ શરીરને પુષ્ટ અને સુંદર બનાવવા માટે અથવા વિવિધ રૂપોની વિફર્વણા કરવા માટે પોતાના આત્મપ્રદેશોને એક દંડના આકારે બહાર કાઢે છે. તે દંડની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ અને લંબાઈ સંખ્યાત યોજનાની હોય છે. એક અંતર્મુહૂર્ત પર્યત આ અવસ્થામાં સ્થિત રહીને વૈક્રિય શરીર બનાવવા યોગ્ય સૂક્ષ્મ પુગલોને ગ્રહણ કરે છે, આ વૈક્રિય સમુદ્યાત છે. (૫) તૈજસ સમુદ્દઘાત – તેજલબ્ધિના પ્રયોગ સમયે તેજલબ્ધિ સંપન્ન પુરુષ પોતાના આત્મપ્રદેશોનું શરીરની બહાર પ્રક્ષેપણ કરે છે, તેને તૈજસ સમુઘાત કહે છે. તે પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન પ્રમાણ દંડાકારે આત્મપ્રદેશોને ફેલાવે છે અને તયોગ્ય પગલોને ગ્રહણ કરીને, તેજલેશ્યાનો પ્રયોગ કરે છે. તેનો ઉદ્દેશ્ય અનુગ્રહ અને નિગ્રહ, આ બંને પ્રકારનો સંભવે છે. અનુગ્રહને માટે શીત તેજોલેશ્યા અને નિગ્રહ માટે ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રયોગ થાય છે. આધુનિક વિજ્ઞાન પરમાણુ શક્તિનો ઉપયોગ નિર્માણ અને ધ્વસ બંને માટે કરે છે. તે જ રીતે તેજલબ્ધિનો પ્રયોગ પણ નિર્માણ અને ધ્વસ બંને માટે થાય છે. () આહારક સમુદ્દઘાત - ચૌદ પૂર્વધારી સાધુ આહારક શરીર બનાવે છે. આહારક લબ્ધિના પ્રયોગ સમયે થતાં સમુદ્યાતને આહારક સમુદ્દઘાત કહે છે. આહારક લબ્ધિધારી સાધુ આહારક શરીર બનાવવાની ઈચ્છા કરીને, પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન પ્રમાણ આત્મપ્રદેશોને દંડાકારે શરીરમાંથી બહાર કાઢે છે અને તે ક્ષેત્રમાં સ્થિત આહારક શરીર બનાવવા યોગ્ય પુલોને ગ્રહણ કરે છે, તે આહારક સમુદ્યાત છે. (૭) કેવલી સમુદ્યાત – અંતર્મુહૂર્તમાં જ મોક્ષ પ્રાપ્ત કરનારા કેવલી ભગવાન જે સમુઘાતકરે તેને કેવલી મુદ્દાત કહે છે. વેદનીય, નામ, ગોત્ર આ ત્રણ કર્મોની સ્થિતિને આયુષ્ય કર્મની સમાન કરવા માટે આ સમુઘાત કરે છે, જેમાં કેવલ આઠ સમય જ થાય છે.