________________
છત્રીસમું પદ : સમુદ્દાત
છત્રીસમું પદ : સમુદ્ઘાત
/////////t ///////////
સમુદ્દાત પ્રકારઃ
वेयण कसाय मरणे, वेडव्विय तेयए य आहारे । केवलिए चेव भवे, जीव मणुस्साण सत्तेव ॥
૩૩૧
--
ભાવાર્થ ( ગાથાર્થ ) સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં આ સાત સમુદ્દાત હોય છે– (૧) વેદના (૨) કષાય (૩) મારણાંતિક (૪) વૈક્રિય (૫) તૈજસ (૬) આહાર(આહારક) અને (૭) કેવળી. २ कइ णं भंते ! समुग्धाया पण्णत्ता ? गोयमा ! सत्त समुग्धाया पण्णत्ता, तं નહા- વેયપાસમુ યાર્, સાયસમુષાત્, મારખંતિયસમુ યા, વેઢળિયસમુ યાર્, तेयासमुग्घाए, आहारगसमुग्धाए, केवलिसमुग्धाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સમુદ્દાતના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! સમુદ્દાતના સાત પ્રકાર છે, જેમ કે– (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદ્દાત (૬) આહારક સમુદ્દાત અને (૭) કેવળી સમુદ્દાત.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાત સમુદ્દાતનું નિરૂપણ છે.
સમુદ્દાત શા માટે ? :– જેમ કોઈ પક્ષીની પાંખો પર અત્યંત ધૂળ છવાઈ ગઈ હોય ત્યારે તે પક્ષી પોતાની પાંખ ફેલાવી(ફફડાવી)ને તેના પર છવાયેલી ધૂળને ખંખેરી નાંખે છે તેમ આત્મા પણ બદ્ધ કર્મના અણુઓને ખંખેરવા માટે સમુદ્દાત નામની ક્રિયા કરે છે.
આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તારનો ગુણ હોય છે. તેથી જ સામાન્ય રીતે આત્મા પોતાના નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા નાના-મોટા શરીર પ્રમાણે સ્થિત થઈ જાય છે. તેમ છતાં ક્યારેક, કેટલાક કારણોથી, અલ્પ સમય માટે પ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે અને પાછા સંકોચી લે છે. આ ક્રિયાને જ જૈન પરિભાષામાં સમુદ્દાત કહે છે.
સમુદ્દાત :– (૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે. (૨) સમ = એકી સાથે, ઉર્દૂ = ઉત્કૃષ્ટ પણે, ઘાત = કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત—ક્ષય થાય તે ક્રિયાને સમુદ્દાત કહે છે. સમુદ્દાત સાત છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) વેદના સમુદ્દાત ઃ– વેદનાના નિમિત્તે જે સમુદ્દાત થાય તેને વેદનાસમુદ્દાત કહે છે. તે અશાતાવેદનીય કર્મજન્ય છે. જ્યારે જીવ વેદનાથી અત્યંત પીડિત થાય ત્યારે તે અનંતાનંત(અશાતા વેદનીય) કર્મ સ્કંધોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને શરીરની બહારના ભાગમાં ફેલાવે છે, તે મુખ, ઉદર આદિ પોલાણને તથા કાન અને ખંભાની વચ્ચેના અંતરાલોને ભરી દઈને, લંબાઈ અને પહોળાઈમાં શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે. જીવ એક અંતર્મુહૂર્ત પર્યંત આ અવસ્થામાં રહે છે, આ ક્રિયાનું નામ