________________
૩૩૦
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
આ પદમાં ૨૪ દંડકના એક અને અનેક જીવોની અપેક્ષાએ પ્રાપ્ત થતાં વર્તમાન ભવાશ્રિત અને ભૂતકાલીન-ભવિષ્યકાલીન સમુઘાતોનું વિસ્તૃત વર્ણન છે અને ત્યાર પછી સમુદ્યાતની અપેક્ષાએ જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ છે.
સાત પ્રકારના સમુદ્રઘાતના કથન પછી ચાર પ્રકારના કષાય સમુઘાતનું વર્ણન ૨૪ દંડકના એક-અનેક જીવોની અપેક્ષાએ તથા ભૂત-ભવિષ્યકાળની અપેક્ષાએ છે. ત્યાર પછી વેદના આદિ સમુદ્યાતોના બહાર નીકળેલા પુદ્ગલોના ક્ષેત્ર, કાલ અને ક્રિયાની વિચારણા છે.
પ્રસ્તુતમાં કેવળી સમુદ્યાત સંબંધી વિસ્તૃત વર્ણન છે. સયોગી કેવળી જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગનો વિરોધ કરીને અયોગદશાને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી સિદ્ધ થતા નથી વગેરે તથ્યોને ઉજાગર કરીને સૂત્રકારે સિદ્ધત્વ પ્રાપ્તિની પ્રક્રિયાનું અને સિદ્ધોના સ્વરૂપનું સૂક્ષ્મતાથી પ્રતિપાદન સાથે આ પદને અને શાસ્ત્રને પૂર્ણ કર્યું છે.