________________
છત્રીસમું પદ : સમુઘાત
[ ૩૨૯]
છત્રીસમું પદ પરિચય : ડી.SIક છે. ૨૯ : SIક છેઃ ૨૯ : ડીક શક : ડીડ
આ પદનું નામ સમુઘાતપદ છે.
આ પદમાં સમુદ્યાત, તેના પ્રકાર, ચોવીશ દંડકના જીવોને વર્તમાન ભવ સંબંધી તથા ભૂત-ભવિષ્યકાલીન સમુદ્યાત; વગેરે વિષયોની વિચારણા કરવામાં આવી છે.
સમુદ્યાત જૈન શાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ શબ્દ શાસ્ત્રાનુસાર આ પ્રમાણે થાય છે– (૧) સમ = એકી ભાવપૂર્વક, ઉદ્ = પ્રબળતાથી, ઘાત = વેદનાદિ કર્મો પર ઘાત-ચોટ કરવી, તે સમુદ્દઘાત છે. વ્યાખ્યાકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– (૨) વેદના આદિના અનુભવરૂપ પરિણામોની સાથે આત્માનો ઉત્કૃષ્ટ એકીભાવ, તે સમુદ્યાત છે. (૩) વેદના આદિના નિમિત્તે મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશોનો વિસ્તાર થવો, તે સમુદ્યાત છે.
વેદનાદિ સમદુઘાત વડે પરિણત થયેલો આત્મા કાળાંતરે અનુભવ કરવા યોગ્ય વેદનાદિના કર્મપુદગલોને ઉદીરણાકરણ વડે આકર્ષી ઉદયાવલિકામાં નાંખી, અનુભવીને એક સાથે ક્ષય કરે છે અર્થાત્ આત્મપ્રદેશોની સાથે રહેલાં સંક્લિષ્ટ કર્મોનો નાશ કરે છે.
વસ્તુતઃ સમુઘાતનો કર્મોની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. નિમિત્તની અપેક્ષાએ સમુદ્યાત સાત પ્રકારના કહ્યા છે– (૧) વેદના સમુઘાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુઘાત (૪) વૈક્રિય સમુઘાત (૫) તૈજસ સમુઘાત (૬) આહારક સમુઘાત અને (૭) કેવળી સમુદ્યાત.
વ્યાખ્યાકારે કયો સમુદુઘાત કયા કયા કર્મને આશ્રિત છે તેનું વર્ણન કર્યું છે. જેમ કે વેદના સમુદ્યાત વેદનીય કર્માશ્રિત છે, કષાય સમુઘાત કષાય ચારિત્ર મોહનીય કર્માશ્રિત હોય છે, મારણાંતિક સમુઘાત આયુષ્ય કમશ્રિત છે, વૈક્રિય સમુદ્યાત વૈક્રિય શરીર નામ કર્માશ્રિત છે, તૈજસ સમુઘાત તૈજસશરીર નામ કર્માશ્રિત છે, આહારક સમુઘાત આહારક શરીર નામ કર્માશ્રિત હોય છે અને કેવળી સમુદ્યાત શુભ-અશુભનામ કર્મ, શાતા-અશાતાવેદનીય તથા ઊંચ-નીચગોત્ર કમશ્રિત હોય છે.
સાતે ય સમુદ્યાતોમાંથી કેવળી સમુદ્યાત આઠ સમયનો છે, શેષ છ સમુદ્યાત અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત કાળના હોય છે.
પ્રારંભના ત્રણ સમુઘાત કોઈ પણ જીવને થઈ શકે છે. તીવ્ર વેદના સમયે વેદના સમુદ્યાત અને તીવ્ર કષાયના ઉદયમાં કષાય સમુદુઘાત થાય છે, મારણાંતિક સમુઘાત મૃત્યુ સમયે થાય છે. વૈક્રિયલબ્ધિ, તેજોલબ્ધિ કે આહારકલબ્ધિના પ્રયોગના પ્રારંભકાળમાં ક્રમશઃ વૈક્રિય સમુઘાત, તૈજસ સમુઘાત અને આહારક સમુદ્દઘાત થાય છે અને આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળી ભગવાનને કેવળી સમુદ્યાત થાય છે.