________________
છત્રીસમું પદ : સમુદ્દાત
વાયુકાયિક જીવોને વૈક્રિયલબ્ધિ હોવાથી પ્રથમ ચાર સમુદ્દાત હોય છે. શેષ ચાર સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંપૂર્ચ્છિમ મનુષ્યો, યુગલિક મનુષ્યો વગેરે જીવોને વૈક્રિયાદિ કોઈ પણ લબ્ધિની સંભાવના નથી, તેથી તે જીવોને વેદના, કષાય અને મારણાંતિક, આ ત્રણ સમુદ્દાત જ હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં સર્વ લબ્ધિની સંભાવના હોવાથી તેમાં સાત સમુદ્દાત હોય છે. ૨૪ દંડકના જીવોમાં સમુદ્દાત ઃ
જીવ પ્રકાર
૧ | નારકી, વાયુકાય
૨ | ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવ, તિર્યંચ પંચેન્દ્રિય
૩ ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ચ્છિમ મનુષ્ય, યુગલિક મનુષ્યો |૪ | કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો
સમુદ્દાત સંખ્યા
૪
૫
૩
૭
વિવરણ
પ
વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય સમુદ્દાત
વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ સમુદ્દાત
વેદના, કષાય, મારણાંતિક સમુદ્દાત
વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી સમુદ્દાત
એકવચનની અપેક્ષાએ અતીત-અનાગત સમુદ્દાત ઃ
८ एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया वेयणासमुग्घाया अतीता ? गोयमा ! अनंता । केवइया पुरेक्खडा ? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अि जहणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं असुरकुमारस्स वि, णिरंतरं जाव वेमाणियस्स । एवं जाव तेयगसमुग्धाए । एवं एए पंच चडवीसा दंडगा ।
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! એક-એક નારકીને ભૂતકાલમાં કેટલા વેદના સમુદ્દાત થયા છે?ઉત્તરહે ગૌતમ ! અનંત થયા છે. પ્રશ્ન- હે ભગવન્ ! એક એક નારકીને ભવિષ્યમાં કેટલા વેદના સમુદ્દાત થશે ? ઉત્તર– હે ગૌતમ ! કોઈક નૈયિકને થશે અને કોઈક નૈરિયકને થશે નહીં. જે નૈરિયકને થશે, તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે.
આ જ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધીના સર્વ દંડકના જીવોમાં જાણવું જોઈએ. આ જ રીતે તૈજસ । સમુદ્દાત સુધી જાણવું જોઈએ. આ રીતે આ પાંચ સમુદ્દાતોનું ભૂત-ભવિષ્યકાલીન કથન ચોવીસ દંડકોના ક્રમથી જાણવું જોઈએ.
एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया आहारगसमुग्धाया अतीता? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि जहण्णेणं एक्को वा તે વા, उक्कोसेणं तिण्णि ।
केवइया पुरेक्खडा ? कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि जहण्णेणं