________________
| પાંત્રીસમું પદઃ વેદના
૩૨૭ ]
નિદા-અનિદા વેદના -નિતર નિરિત ના સચ કીચને વિતતિ નિજા (૧) જેમાં પૂર્ણ રૂપે ચિત્ત જોડાયેલું હોય, જે વેદનાનું જીવને ચોક્કસપણે ધ્યાન કે ભાન હોય, જે વેદનાનું માનસિક જ્ઞાન હોય, તે નિદાવેદના છે. (૨) જેમાં ચિત્ત જોડાયેલું ન હોય, જેનું જીવને ચોક્કસપણે ધ્યાન કે ભાન ન હોય, માનસિક જ્ઞાન ન હોય, તે અનિદાવેદના છે. સંક્ષેપમાં મન સહિતની સંજ્ઞી જીવોની વેદના નિદા વેદના છે. મન રહિતની અસંજ્ઞી જીવોની વેદના અનિદા વેદના છે.
નારકીઓમાં બંને પ્રકારની વેદના હોય છે, કારણ કે નારકીઓના બે પ્રકાર છે– સંજ્ઞીભૂત નારકી અને અસંજ્ઞીભૂત નારકી. જે સંજ્ઞી જીવો મરીને નરકગતિમાં ઉત્પન્ન થાય તે સંજ્ઞીભૂત નારકી અને અસંશી જીવ મરીને નરકગતિમાં ઉત્પન્ન થાય તે અસંશીભૂત નારકી કહેવાય છે. અસંજ્ઞીભૂત નારકીઓ અનિદા વેદના વેદે છે. કારણ કે અસંજ્ઞી તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થનારા નારકી અપર્યાપ્તાવસ્થા સુધી અસંજ્ઞી રહે છે. તે અવસ્થામાં મન ન હોવાથી તે નારકીઓ અનિદા = અવ્યક્ત વેદના વેદે છે. તે સિવાયના બધા નારકીઓને મન હોવાથી નિદા = વ્યક્ત વેદના વેદે છે.
ભવનપતિ અને વ્યંતર દેવોમાં પણ સંજ્ઞીભૂત દેવો નિદાવેદના અને અસંજ્ઞીભૂત દેવો અનિદાવેદના વેદે છે. અસંજ્ઞી પંચેન્દ્રિયો ભવનપતિ અને વ્યંતર દેવરૂપે ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થા સુધી અસંજ્ઞીભૂત રહે છે. પાંચ સ્થાવર અને ત્રણ વિક્ષેત્રિય જીવો અસંજ્ઞી હોવાથી એક માત્ર અનિદા વેદનાને વેદે છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં બંને પ્રકારની વેદના હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો અનિદાવેદના અને ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો નિદાવેદના વેદે છે.
જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં પણ બંને પ્રકારની વેદના હોય છે. અસંજ્ઞી જીવો મરીને જ્યોતિષી અને વૈમાનિક દેવ થતાં નથી, તેથી તેમાં સર્વ દેવો સંજ્ઞી અને સંજ્ઞીભૂત જ હોય છે. તે દેવોના બે પ્રકાર છે– માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક અને અમાયી સમ્યગુદષ્ટિ ઉત્પન્નક. તેમાં માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક દેવોને સમ્યગુજ્ઞાન હોતું નથી તેથી તે દેવો વ્રત વિરાધના કે બાલ તપના કારણે પોતાની આ સ્થિતિ થઈ છે, તેવું યથાર્થપણે જાણી શકતા નથી; તેથી તેઓ અનિદાવેદના વેદે છે અને અમાથી સમ્યગુદષ્ટિ ઉત્પન્નક દેવોને પોતાની પરિસ્થિતિનું સમ્યગુજ્ઞાન હોવાથી નિદાવેદના વેદે છે. ૨૪ દંડકમાં નિદા-અનિદા વેદના :જીવ પ્રકાર
નિદા વેદના
અનિદા વેદના ૧ | સંજ્ઞીભૂત નારકી Eલીની ------- -------- ------ સંજ્ઞીભૂત ભવનપતિ-વ્યંતર દેવ
અસંજ્ઞીભૂત | પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય ૪ | અસંશી તિર્યંચ પંચેન્દ્રિય-સંમૂર્છાિમ મનુષ્ય |
ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય માયીમિથ્યા દષ્ટિ જ્યોતિષી-વૈમાનિક દેવ
- Eઅમારી સમ્યગુદષ્ટિ જ્યોતિષી-વૈમાનિક દેવ
' x |
| * |
' X |
|
X |
* |
| * | \ |
|
* * *
* |