________________
| પાંત્રીસમું પદ : વેદના
[ ૩૨૫ ]
ભાવાર્થ:- પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બંને પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો નૈરયિકોની જેમ ઔપક્રમિકી વેદનાનો અનુભવ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકારાન્તરથી બે વેદનાનું કથન છે. આભ્યપગમિકી વેદના - જે વેદના સ્વેચ્છાપૂર્વક સ્વીકારવામાં આવે છે, તે આભ્યપગમિકી વેદના છે. જેમ કે- કેશલોચ, તપ, આતપના આદિ. જે વેદના સ્વયમેવ ઉદયને પ્રાપ્ત થાય અથવા બીજા દ્વારા દેવામાં આવે, તે ઔપકમિટી વેદના કહેવાય છે.
નરયિકો, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને ઔપક્રમિકી વેદના હોય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોને પણ એક ઔપક્રમિકી વેદના હોય છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને બંને પ્રકારની વેદના હોય છે, કારણ કે સમ્યગૃષ્ટિ તિર્યંચો અને મનુષ્યો કર્મ ક્ષય માટે સ્વેચ્છાથી આભ્યપગમિકી વેદનાનો સ્વીકાર કરે છે અને તે સિવાય શેષ રર દંડકના જીવો સ્વતઃ આતાપના આદિ રૂપે આભ્યપગમિકી વેદનાને સ્વીકારતા નથી, તેથી તે સર્વ જીવોને ઔપક્રમિકી વેદના જ હોય છે. (૭) નિદા-અનિદા વેદના દ્વાર:
२० कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? गोयमा ! दुविहा वेयणा पण्णत्ता, तं जहा- णिदा य अणिदा य । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના બે પ્રકાર છે, જેમ કે– નિદા અને અનિદા. | २१ णेरइया णं भंते ! किं णिदायं वेयणं वेदेति, अणिदाय वेयणं वेदेति ? गोयमा! णिदायं पि वेयणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति । से केणटेणं भंते ! एवं वुच्चइ णेरइया णिदायं पि वेयणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- सण्णिभूया य असण्णिभूया य । तत्थ णं जे ते सण्णिभूया ते णं णिदायं वेयणं वेदेति । तत्थ णं जे ते असण्णिभूया ते णं अणिदाय वेयणं वेदेति, से तेणगुणं गोयमा ! एवं वुच्चइ- रइया णिदाय पि वेयणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું નિદાવેદના વેદે છે કે અનિદા વેદના વેદે છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકો નિદાવેદના પણ વેદે છે અને અનિદાવેદના પણ વેદે છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકો નિદા વેદના પણ વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે?
ઉત્તર- હે ગૌતમ ! નરયિકોના બે પ્રકાર છે, જેમ કે સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. તેમાં જે સંજ્ઞીભૂત નૈરયિકો છે, તે નિદાવેદના વેદે છે અને જે અસંજ્ઞીભૂત નૈરયિકો હોય છે, તે અનિદાવેદના વેદે છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે નૈરયિકો નિદા વેદના પણ વેદે છે અને અનિદાવેદના પણ વેદે છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ.