________________
[ ૩૨૪ |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
(૫) દુઃખાદિ વેદના દ્વાર -
१५ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? गोयमा ! तिविहा वेयणा पण्णत्ता, तं जहा- दुक्खा, सुहा, अदुक्खसुहा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સુખા વેદના (૨) દુઃખા વેદના અને (૩) અદુઃખા-અસુખા વેદના. |१६ णेरइया णं भंते ! किं दुक्खं वेयणं वेदेति, पुच्छा? गोयमा ! दुक्ख पि वेयणं वेदेति, सुहं पि वेयणं वेदेति, अदुक्खसुहं पि वेयणं वेदेति । एवं जाव वेमाणिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું દુઃખવેદના વેદે છે, સુખવેદના વેદે છે કે અદુઃખસુખા વેદના વેદે છે? ઉત્તર- હે ગૌતમ! તે દુઃખવેદના પણ વેદે છે, સુખ વેદના પણ વેદે છે અને અદુઃખસુખા વેદના પણ વેદે છે. આ જ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રકારાન્તરથી વેદનાનું કથન છે. જેમાં દુઃખનું વદન થાય, તે દુઃખાવેદના, સુખનું વેદન થાય, તે સુખાવેદના અને જે વેદના એકાંત દુઃખરૂપ નથી અને એકાંત સુખરૂપ નથી પરંતુ જેમાં આંશિક દુઃખનો કે આંશિક સુખનો અનુભવ હોય, તે અદુઃખસુખા વેદના છે. સ્વયં ઉદયમાં આવેલા વેદનીયકર્મના ઉદયથી અનુકૂળ કે પ્રતિકૂળ વેદના થાય તેને ક્રમશઃ શાતા-અશાતા વેદના કહે છે તથા બીજા દ્વારા ઉદીરિત(ઉત્પાદિત) સાંયોગિક અનુકૂળતા-પ્રતિકૂળતાને ક્રમશઃ સુખ-દુઃખ કહે છે. આ રીતે પૂર્વસૂત્રોક્ત શાતા-અશાતા વેદનામાં કર્મનો ઉદય મુખ્ય કારણ છે અને પ્રસ્તુત સૂત્રોક્ત સુખા, દુઃખા વેદનામાં અન્ય બાહ્ય નિમિત્ત મુખ્ય કારણ છે. આ ભિન્નતા દર્શાવવા તત્સંબંધી જુદા-જુદા પ્રશ્નોત્તર છે. ૨૪ દંડકના જીવો ત્રણ પ્રકારની વેદનાને વેદે છે. (૬) આભૂપગમિકી અને ઔપક્રમિકી વેદના દ્વાર :|१७ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? गोयमा ! दुविहा वेयणा पण्णत्ता, तं जहा- अब्भोवगमिया य ओवक्कमिया य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના બે પ્રકાર છે જેમ કે- આભ્યપગમિકી વેદના અને ઔપક્રમિકી વેદના. |१८ रइया णं भंते ! किं अब्भोवगमियं वेयणं वेदेति, ओवक्कमियं वेयणं वेदेति ? गोयमा ! णो अब्भोवगमियं वेयणं वेदेति, ओवक्कमियं वेयणं वेदेति। एवं जाव चउरिंदिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! નરયિકો શું આભ્યપગમિકી વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ આભ્યપગમિકી વેદના વેદતા નથી, ઔપક્રમિકી વેદના વેદે છે. આ જ રીતે ચૌરેન્દ્રિયો સુધી જાણવું જોઈએ. |१९ पंचेदियतिरिक्खजोणिया मणूसा य दुविहं पि वेयणं वेदेति । वाणमंतस्जोइसियवेमाणिया जहा रइया ।