________________
પાંત્રીસમ્ પદ : વેદના
વિવેચનઃ
૩ર૩
પ્રસ્તુત સૂત્રોમાં પ્રકારાન્તરથી ત્રિવિધ વેદનાનું કથન છે.
(૧) શરીરમાં થનારી વેદના શારીરિક વેદના, (૨) મનમાં થનારી વેદના માનસિક વેદના તથા (૩) શરીર અને મન બંનેમાં થનારી વેદના શારીરિક-માનસિકવેદના કહેવાય છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને છોડીને શેષ સર્વ દંડકવર્તી જીવો મન સહિત હોવાથી તે જીવોમાં ત્રણે ય પ્રકારની વેદના હોય છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો અસંજ્ઞી-મનરહિત હોવાથી તે જીવોને માનસિક અને શારીરિક-માનસિક વેદના હોતી નથી, એક શારીરિક વેદના જ હોય છે.
(૪) શાતાદિ વેદના દ્વારઃ
१३ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? गोयमा ! तिविहा वेयणा पण्णत्ता, તેં નહા- સાયા, અસાયા, સાયાસાયા |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વેદનાના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! વેદનાના ત્રણ પ્રકાર છે, જેમ કે—– (૧) શાતા વેદના, (૨) અશાતા વેદના અને (૩) શાતા-અશાતા વેદના.
१४ णेरइया णं भंते ! किं सायं वेयणं वेदेति, असायं वेयणं वेदेंति, सायासायं वेयणं वेदेंति ? गोयमा ! तिविहं पि वेयणं वेदेति । एवं सव्वजीवा जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયકો શું શાતાવેદના વેઠે છે, અશાતાવેદના વેદે છે કે શાતા-અશાતા વેદના વેદે છે ? ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકો ત્રણે પ્રકારની વેદના વેદે છે. આ જ રીતે વૈમાનિકો સુધીના ૨૪ દંડકના સર્વ જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રકારાન્તરથી ત્રણ પ્રકારની વેદનાનું કથન છે.
શાતાદિ ત્રિવિધ વેદના :– અનુકૂળતાજન્ય સુખરૂપ વેદનાને શાતાવેદના, પ્રતિકૂળતાજન્ય દુઃખરૂપ વેદનાને અશાતાવેદના અને સુખ-દુઃખ ઉભય રૂપ વેદનાને શાતા-અશાતા વેદના કહે છે.
નૈરયિકોથી લઈ વૈમાનિકો સુધીના સર્વ જીવોમાં ત્રણે ય પ્રકારની વેદના હોય છે. નૈરયિકો મિત્ર દેવોના સંયોગ વગેરે કારણોથી મનમાં શાતાનો અનુભવ કરે છે, ક્ષેત્ર પ્રભાવથી કે અસુરકુમારોના કઠોર વ્યવહારથી નારકીઓ અશાતા વેદનાનો અનુભવ કરે છે અને ક્યારેક આ બંનેની અપેક્ષાએ શાતાઅશાતારૂપ બંને વેદનાનો અનુભવ કરે છે. સર્વ જીવોમાં આ પ્રમાણે ત્રિવિધ વેદના હોય છે. પૃથ્વીકાયિકાદિને જ્યારે કોઈ ઉપદ્રવ હોતો નથી ત્યારે શાતાવેદનાનો અનુભવ કરે છે. અન્ય પ્રાણીઓ પૃથ્વી ખોદે, તેના પર ચાલે આદિ ઉપદ્રવ કરે ત્યારે અશાતાનો અનુભવ થાય તથા જ્યારે એક દેશથી ઉપદ્રવ થાય છે, ત્યારે શાતા-અશાતા ઉભયરૂપ વેદનાનો અનુભવ થાય છે. દેવોને સુખાનુભવના સમયે શાતાવેદના, ચ્યવનાદિના સમયે અશાતાવેદના તથા બીજા દેવના વૈભવને જોઈને માત્સર્ય થવાથી અશાતાવેદના અને પોતાની પ્રિય દેવી સાથે મધુરાલાપાદિ કરતી વખતે શાતાવેદના; ક્યારેક બંને પ્રકારની વેદના એક સાથે થાય છે. આ રીતે દેવોમાં ત્રણે પ્રકારની વેદના હોય છે.
વિકલેન્દ્રિયો, તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યોમાં પણ ત્રણે પ્રકારની વેદના ભિન્ન-ભિન્ન નિમિત્તોપ્રસંગોથી થાય છે.